મોરબીમાં તા. 26 થી 28 મે નિ:શુલ્ક ત્રિદિવસીય યોગ- નેચરોપથી તાલીમ શિબિર યોજાશે

- text


મોરબી : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ મહિલા સમિતિ અને આર્ટ ઓફ લિવિંગના સયુંકત ઉપક્રમે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2023 અંતર્ગત જાગૃતિ લાવવા માટે મોરબી શહેરમાં તા. 26 થી 28 મે ત્રિદિવસીય યોગ અને નેચરોપેથી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તારીખ 26 થી 28 મે સુધી સવારે 6-30 થી 8 વાગ્યા સુધી મોરબીના મધર ટેરેસાની બાજુમાં રવાપર રોડ પર આવેલા સોમનાથ સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં આ શિબિર યોજાશે. જેમાં તારીખ 26 મેના રોજ યોગ અને નેચરોપેથી અંગે ડો. ચિંતન ત્રિવેદી માહિતી આપશે. જ્યારે 27 મેના રોજ આર્ટ ઓફ લિવિંગ અંગે હર્ષાબેન મોર અને તારીખ 28 મેના રોજ રૂપલ શાહ અને ભારતીબેન રંગપરીયા માહિતી આપશે.

- text

આ શિબિરના આયોજન ગુજરાત યોગ બોર્ડના યોગ કોચ રૂપલબેન શાહ (મો.નં. 9979383797), સંયોજક પતંજલિ મહિલા સમિતિના રાજ્ય પ્રભારી ભારતીબેન રંગપરીયા (મો.નં. 9825725222) અને જિલ્લા પ્રભારી મીનાબેન માકડીયા, નરશીભાઈ અંદરપા, રણછોડભાઈ પટેલના સહયોગથી યોજવામાં આવી છે. સહાયક ટીચર તરીકે પંડિત જીગ્નેશભાઈ, મણીયાર મીનલ, ચારોલા મીનાબેન, દલસાણિયા મહેશ્વરી, માકાસણા ભાવિકા, અને ઉષાબેન વોરા હાજર રહેશે. તો મોરબીની યોગ પ્રેમી જનતાને આ શિબિરનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text