- text
હજુ પણ પાલિકાની ત્રણ ટીમ દ્વારા દરેક ઘરે ભૂતિયા કનેક્શન શોધવા માટે સર્વે ચાલુ રહેશે
મોરબી : મોરબી પાલિકા દ્વારા છેલ્લા એક મહિનાથી ભૂતિયા નળ કનેક્શન શોધવા માટે ડોર ટુ ડોર સર્વે ચાલી રહ્યો છે. દરેક વિસ્તાર વાઇઝ ઘરે ઘરે સર્વે કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 1500 જેટલા ઘરોમાં સર્વેની કામગીરી પુરી કરવામાં આવી છે. જેમાંથી 750 જેટલા નળ કનેક્શન ભૂતિયા હોવાનું બહાર આવ્યું છે.
મોરબી નગરપાલિકાની ત્રણ ટિમો દ્વારા નવલખી રોડ, પંચાસર રોડ અને સામાકાંઠે ભૂતિયા નળ કનેક્શનો શોધવા માટે સર્વ કરવામાં આવી રહ્યો છે અને દરેક ઘરે ભૂતિયા નળ કનેક્શન છે કે કેમ તેની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 1500 જેટલા ઘરોમાં સર્વેની કામગીરી પુરી કરવામાં આવી છે. જેમાંથી અંદાજે 750 જેટલા નળ કનેક્શન ભૂતિયા હોવાનું ખુલ્યું છે. પાણી વેરો ભરતા ન હોય અને ગેરકાયદે લીધેલા કનેક્શન હોવાનું જણાય આવ્યું હતું. આ સર્વેની કામગીરીમાં શહેરના દરેક વિસ્તારને આવરી લેવામાં આવશે એટલે જ્યાં સુધી દરેક વિસ્તાર આવી ન જાય ત્યાં સુધી આ ભૂતિયા નળ કનેક્શન શોધવાનો સર્વે ચાલુ રહેશે. જ્યારે નગરપાલિકા કુલ 56 હજાર રહેણાંક મિલ્કત નોંધાયેલી છે. જેમાંથી 31 હજાર નળ કનેક્શન નોંધાયેલ છે છે. તેમાંથી અંદાજીત 20 હજારથી વધુ ભૂતિયા કનેક્શન હોવાનો એક અંદાજ છે. ઇન્ચાર્જ ચીફ ઓફિસરની દેખરેખ હેઠળ આ ત્રણ ટિમો ભૂતિયા નળ કનેક્શન શોધવા સઘન સર્વે કરી રહી છે.
- text
- text