મોરબીમાં લાખોની ઘરફોડ ચોરી કરનાર 3 આરોપીઓ 4 દિવસના રિમાન્ડ પર

- text


ફરાર રહેલા બાકીના 4 આરોપીઓને ઝડપી લેવા સઘન તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના કાયાજી પ્લોટમાં રહેણાંક મકાનમાં થયેલ ચોરીમાં એલસીબી અંર એ ડિવિઝન પોલીસે એક મહિલા સહિત ૩ આરોપીઓને ગઈકાલે પકડી પાડ્યા હતા અને હજુ અન્ય ૪ આરોપીઓ ફરાર હોય તેઓને શોધી કાઢવા પોલીસે શોધખોળ હાથ ધરી છે. જ્યારે આજે ત્રણ આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ ઉપર સોપાયા છે.

મોરબીના કાયાજી પ્લોટ, મેઇનરોડ, નગરપાલીકા કોમ્યુનીટી હોલની બાજુમાં રહેતા હિમાંશુભાઇ ચંદ્રકાંતભાઇ ચંડીભમ્મરના ઘરેગત તા.૩૦/૦૪ થી તા.૧/૫ દરમિયાન ચોરી થઈ હોય તેમનો ચોકીદાર સદેબહાદુર તથા તેની પત્ની બિંદુ બન્ને હાજર ન હોય, આ બાબતે મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે. ખાતે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. મોરબી એલ.સી.બી.એ ચોરી કરનાર રામબહાદુર ઉર્ફે જોખીયો નેપાળી તથા તેના કાકાની દિકરી બહેન દર્શના મનીષભાઇ વિશ્વકર્મા તેમજ તેનો બનેવી મનીષ કૈલાશ ઉર્દુ કેલે વિશ્ર્વકર્માને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને રીમાન્ડ દરમિયાન બકીનો મુદામાલ અને ફરાર રહેલા આરોપીઓને ઝડપી લેવાના પ્રયાસો હાથ ધરાશે તેમ એ ડિવિઝનના પીઆઇ એચ.એ.જાડેજાએ જણાવ્યું હતું.

- text

- text