સોસાયટી કે એપાર્ટમેન્ટમાં કોઈને પણ આધાર પુરાવા વગર સિક્યુરિટી તરીકે ન રાખવાની ડીવાયએસપીની તાકીદ

- text


મોરબીમાં નેપાળી ચોકીદારોની ઉપરા ઉપરી બે મોટી ચોરીની ઘટનાને પગલે ડીવાયએસપીએ સોસાયટી અને એપાર્ટમેન્ટના પ્રમુખો સાથે મીટીંગ યોજી

મોરબી : મોરબીમાં બે ઉધોગપતિઓના ઘરમાંથી નેપાળી ચોકીદારો મોટો દલ્લો ઉસેડી ગયાને પગલે પોલીસ વધુ એલર્ટ બની છે. આવા ચોરીના બનાવો અટકાવી શકાય તે માટે સાવચેતીના પગલાં ભરવા રૂપે આજે ડીવાયએસપીએ સોસાયટી અને એપાર્ટમેન્ટના પ્રમુખો સાથે બેઠક યોજી સોસાયટી કે એપાર્ટમેન્ટમાં કોઈને પણ આધાર પુરાવા વગર સિક્યુરિટી તરીકે ન રાખવાની તાકીદ કરી છે.

ડીવાયએસપી પી.એ.ઝાલાએ દરેક સોસાયટી અને એપાર્ટમેન્ટના પ્રમુખોને તેમની સોસાયટી કે એપાર્ટમેન્ટમાં રાખેલા સિકીયુરિટી ગાર્ડ પાસેથી તમામ આધાર પુરાવા લઈ લેવાના મહત્વના સૂચનો કર્યા હતા. બહારના કોઈ નેપાળી હોય તો તેમની પાસેથી નેપાળનું તેમજ અહીંનું આઇડી કાર્ડ લઈને જ રાખવા અને પોલીસે જે ઘરઘાટીનું ફોર્મ બહાર પાડયું છે તે ફોર્મ ભરીને સિક્યુરિટી ગાર્ડની પૂરતી માહિતી સાથે પોલીસને આપવું, કોઈ ઘર માલિક બહારગામ જતા હોય તો પહેલા પોલીસને જાણ કરે અને ઘરની માલ મિલ્કત વિશ્વાસુ પાસે અથવા લોકરમાં રાખવાનું પણ સૂચન કર્યું હતું. આ ઉપરાંત અમુક પરપ્રાંતીયોની ગુનાહિત પ્રવૃત્તિઓના કારણે તેમને કેન્દ્ર સ્થાને રાખી રજિસ્ટ્રેશન ચાલુ હોય બાદ ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાશે અને બહારની વ્યક્તિને કામે રાખતી વખતે તેની પૂરતી વિગતો રાખવાની સૂચના આપી હતી.

- text

- text