મોરબીમાં વાહનચોર પકડાયાની આગાહી ! બાઈક ચોરીની 4 ફરિયાદ નોંધાઇ

- text


મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાઈક ચોરીની 4 ફરિયાદ એક સાથે નોંધતા બાઈક ચોર હાથવેંતમાં હોવાના અણસાર

મોરબી : મોરબી શહેરમાં વાહનચોર તરખાટ મચાવી રોજબરોજ બાઈક – મોટર સાયકલની ચોરીને અંજામ આપી રહ્યા છે ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે એક સાથે ચાર વાહન ચોરીની ફરિયાદ નોંધી વાહન ચોર પકડાયાની આગાહી કરી હોવાના અણસાર આપ્યા છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વાહન ચોરી અંગે અલગ અલગ ચાર ફરિયાદ નોંધાઇ છે જેમાં પ્રથમ ફરિયાદ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતા કાંતિલાલ રાઘવજીભાઈ સવસાણીએ નોંધાવી તેમનું રૂપિયા 20 હજારનું બાઈક શાકમાર્કેટ પાસેથી તા.26 નવેમ્બર 2022મા ચોરાયું હોવાનું જાહેર કર્યું છે.જ્યારે બીજી ફરિયાદમાં નવલખી રોડ ઉપર જલારામ પાર્કમાં રહેતા અનિલકુમાર નરસીદાસ સોમૈયાએ વસંત પ્લોટમાંથી 5 – 5 – 2022ના રોજ 30 હજારનું બાઈક ચોરાઈ જવા અંગે ફરિયાદ નોંધાવી છે.

- text

ઉપરાંત ત્રીજી ફરિયાદ કન્યા છાત્રાલય રોડ ઉપર રહેતા અશોકભાઈ ચંદુભાઈ કડીવારે નોંધાવી ગત તા.10 – 5 – 2022ના રોજ જયદીપ પાઉભાજીની આગળની શેરીમાંથી 25 હજારની કિંમતનું સ્પ્લેન્ડર બાઈક ચોરાઇ જવા અંગે ફરિયાદ નોંધાવી છે. જ્યારે ચોથી ફરિયાદ રવાપર ઘુનડા રોડ ઉપર રહેતા મુનાભાઈ રાયમલભાઈ ગારડીએ નોંધાવી તા.23 ફેબ્રુઆરી 2023ના રોજ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી 20 હજારનું બાઈક ચોરાઈ જવા અંગે ફરિયાદ નોંધાવી છે, આમ, એક વર્ષ પહેલાં જેટલા સમયની વાહન ચોરીની એક સાથે ફરિયાદ નોંધાતા વાહન ચોર પોલીસની હાથવેંતમાં હોવાના અણસાર મળી રહ્યા છે.

- text