ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રારંભે કાંતિલાલના ચોગ્ગા છગ્ગા

- text


મોરબી : મોરબી સર્વોપરી સ્પોર્ટ્સ ક્લબ આયોજિત સર્વોપરી નાઈટ ક્રિકેટ ટૂર્નામનેટનો તારીખ 13ને ગુરુવારના રોજ મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય તેમજ મોરબી ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કાંતિલાલ અમૃતિયાના હસ્તે રીબીન કાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ શુભારંભ કર્યા બાદ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ યુવાનોને પણ અચંભિત કરે એવી બેટિંગ કરી હાજર સર્વેના દિલ જીતી લીધા હતા. આ પ્રસંગે સૌરાષ્ટ્ર વિમેન્સ T-20 લીગના હેડ કોચ નિશાંતભાઈ જાની, સર્વોપરી સંકુલના મેનેજીંગ ટ્રસ્ટી દિલીપભાઈ ગઢીયા અને અન્ય ટ્રસ્ટીગણ, સ્ટાફમિત્રો તેમજ વિદ્યાર્થીમિત્રો અને સર્વોપરી સંકુલના આજુબાજુના ગ્રામ્યવિસ્તારના સરપંચ તેમજ સામાજિક અગ્રણીઓએ પણ હાજરી આપી આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.

- text

- text