મોરબીની ડો.બાબા આંબેડકર પ્રા. વિદ્યાલયમાં વર્ગખંડનું લોકાર્પણ કરતા સાંસદ 

- text


પિતા વગરના બાળકોને દાતાઓના સહયોગથી શિક્ષણ ફ્રી આપવામાં આવશે : મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા

મોરબી : મોરબી ખાતે વર્ષ ૨૦૦૧ માં ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયમાં નવા વર્ગખંડનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

આ વર્ગખંડ ડો.બાબાસાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી અને આજીવન સભ્યના સભ્યો આયુષમાન કેશવલાલ રામજીભાઈ ચાવડાએ પોતાના પિતાશ્રીના સમર્પણ બનાવેલ હાલ આ શાળા માં ગરીબ અને પછાતવર્ગના બાળકો કેજી.થી ધોરણ ૮ શુધી અભ્યાસ કરે છે જેમાં વધારો કરી ધોરણ ૯ અને ૧૦ નો સમાવેશ કરવા માટે ટ્રસ્ટ તૈયારીઓ કરી રહ્યું છે. જેના ભાગ રૂપે દાતાઓના સહયોગ થી હજુ 3 નવા વર્ગ ખંડો નિર્માણ કરશે.

આ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય કચ્છ-મોરબી ના સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, રામધન આશ્રમ મહેન્દ્રનગર મહંત ભાવેશ્વરીબેન, કષ્ટભંજન હનુમાન આશ્રમ નાની મોલડી ના મહંત સીતારામ બાપુ, સંત કબીર આશ્રમ કરસનદાસ સાહેબ, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી રિશીપ કૈલા, ભાવેશ કંઝારીયા, જિલ્લા પંચાયત સદસ્ય હંસાબેન પારઘી, યુવા નેતા પ્રેગ્નેશ વાઘેલા, નગરપાલિકા સદસ્ય ભાનુબેન નગવાડિયા,માજી નગરપાલિકા પ્રમુખ રવજી સોલંકી, સામાજિક અગ્રણી મનુ સારેસા સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકારી પ્રમુખ જમનાદાસ ટપુભાઈ પરમાર, મંત્રી કેશવલાલ ચાવડા, ટ્રસ્ટ વલ્લભદાસ પરમાર અને સભ્ય વિઠ્ઠલભાઈ મોતીભાઈ ચાવડા, જીતુભાઇ ભગવાનજીભાઈ ચૌહાણ, નિલેષ ભીમજીભાઈ ચૌહાણ, ધર્મેન્દ્ર દેવજીભાઈ મકવાણા, રામજીભાઈ માવજીભાઈ પરમાર, ડૉ. પરેશ માલજીભાઈ પારીઆ એ જહેમત ઉઠાવેલ. કાર્યક્રમ બાદ બટુક ભોજન સાથે મહેમાનો એ પણ ભોજન કરેલ.

આગમી શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ એજન્ડા

– પિતા વગરના બાળકોને દાતાઓના સહયોગથી શિક્ષણ ફ્રી આપવામાં આવશે.

– પિતાને લાંબી બીમારી હોય કે અન્ય કારણોસર બાળકને ભણાવવા માટે સક્ષમન હોય તો તેવા બાળકોને દાતાઓના સહયોગથી ફ્રી શિક્ષણ અપાશે.

– શાળામાં ભણાવતા શિક્ષકોના બાળકોને ફ્રી શિક્ષણ આપશે જેનો ખર્ચ સંસ્થા ભોગવશે.

– સામાન્ય પરિવારમાં એકથી વધુ દીકરીઓ હોય તો બીજી દીકરીને 50% ફી માફી અને ત્રીજી દીકરીને સંપૂર્ણ ફી માફી કરવામાં આવશે.

– નબળા બાળકોને સ્કૂલ બાદના સમયે ફ્રી ટ્યુશન અપાશે જેનો ખર્ચ સંસ્થા ભોગવશે.

– સંસ્થા શિક્ષકોને અન્ય નામાંકીત શાળાઓમાં ટ્રેનિંગ અપાવશે.

– સંસ્થા દ્વારા મહિલાઓને રોજગાર મળે એ હેતુસર નજીવા દરે સીવણ ક્લાસ તેમજ પાર્લર ક્લાસ શરૂ કરાશે

– સંસ્થા દર વર્ષે ગરીબ કન્યાઓના લગ્ન પણ કરાવશે

– સમાજ ઉથન માટેના કાર્યોમાં યુવાનો વધુ રસ રહે તે હેતુસર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિદ્યાલય વિકાસ સમિતિની રચના કરાશે જેમાં યુવાનોને સામેલ કરાશે.

– સંસ્થા દ્વારા શિક્ષણ સહાય કેન્દ્ર શરૂ કરાશે.

- text

- text