માળિયા તાલુકામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપતા પૂર્વ મંત્રી મેરજા

- text


મોરબી : પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ જુદા – જુદા રચનાત્મક, ધાર્મિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. મોરબી સિટી લાયન્સ ક્લબના “બર્ડ કેર પ્રોજેકટ” અંતર્ગત ચકલીના માળા તેમજ પીવાના પાણીના કુંડાનું તેમના હાથે વિતરણ કરી આયોજકોની ભાવનાને બિરદાવી હતી.

સાથોસાથ નવરંગ નેચર ક્લબના આર્યુવેદિક ચીજ વસ્તુઓ તેમજ ગુલાબ સહિતના જુદા જુદા ફૂલ – છોડ વિતરણનો કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી આર્યુવેદ અને પ્રકૃતિ પ્રેમ અંગેની પોતાની દિલચસ્પી અભિવ્યક્તિ કરી હતી. માળીયા (મીં) તાલુકાનાં વવાણીયા ગામે માતૃશ્રી રામબાઈમાં મંદિર સમિતિ તેમજ શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર પ્રયોજિત મલ્ટી સ્પેશયાલિટી મેગા મેડિકલ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કેમ્પના લાભાર્થી દર્દીઓને સહાયરૂપ મલ્ટી સ્પેશયાલિટી ડોક્ટરોની સેવાને અભિનંદિત કરી હતી તેમજ આ મલ્ટી સ્પેશયાલિટી મેગા મેડિકલ કેમ્પના આયોજકોને ખાસ ધન્યવાદ પાઠવી ઉત્સાહ વધાર્યો હતો. આ તકે બ્રિજેશ મેરજાનું આ મેગા મેડિકલ કેમ્પના આયોજકો દ્વારા સ્થાનિક લોક પ્રતિનિધિ તરીકે બહુમાન કરવામાં આવ્યું હતું.

પોતાના વતન ચમનપર ગામે નાનપણથી પોતે આસ્થા ધરાવે છે તે મારુતિ મંદિરમાં શીષ જુકાવ્યું હતું. ચમનપર ગ્રામ પંચાયતના સરપંચશ્રી યોજીત નવચંડી યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી ચમનપરની ગૌરવ ગાથાને ઉજાગર કરી હતી. સાથોસાથ ચમનપર ગામના સૌથી વધુ વયના ૧૦૫ વર્ષની ઉંમરે અને હનુમાન જયંતીના દિવસે સ્વર્ગ સિધાયેલા પાર્વતીમાં ના પરિવારને મળી શ્રદ્ધા સુમન અર્પણ કરવાનું પણ તેઓ ચૂક્યા ના હતા. આમ, મોરબી – માળીયા (મીં) પંથકમાં જુદા – જુદા સામાજિક, ધાર્મિક, આરોગ્યલક્ષી સંસ્થાઓના નાના – મોટા દરેક રચનાત્મક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી સૌને પ્રતોસાહિત કર્યા હતા.

- text

- text