મોરબીમાં સતવારા સમાજની કૈણકણાની વાડીમાં ભાગવત કથાનો લાભ લેતા ભાવિકો

- text


મોરબી : મોરબી સતવારા સમાજની કૈણકણાની વાડી નાની કેનાલ ઓમપાર્કની બાજુમાં શ્રીમદ ભાગવત કથા કથાકાર શાસ્ત્રીજી મનુભાઈ લાબડીયા દ્વારા સંગીતમય શૈલીમાં કથા- વાણી તથા ભજનનો લાભ પીરસવામાં આવે છે.

આ તમામ આયોજન પરમાર પરિવાર દ્વારા કરેલ છે. બપોરના સમયે તમામ શ્રોતાજનોને ભોજનનો મહાપ્રસાદ પણ લાગણીથી કરાવવામાં આવે છે. અને રાત્રે કાયમ માટે સંતવાણીના કાર્યક્રમો રાખેલ છે.તમામ ભાવિક ભક્તજનોને આ લાભ લેવા પધારવા કે.કે.પરમાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text