મોરબી જિલ્લાના આરોગ્ય કર્મીઓના 5 જેટલા પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ

- text


 

આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને રજુઆત : ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા વિવિધ 5 જેટલા પડતર પ્રશ્નોને લઈને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને રજુઆત કરી છે. જો આ પ્રશ્નો નહિ ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

રજુઆતમાં જણાવાયું છે કે આરોગ્ય કર્મચારીઓનાં પડતર પ્રશ્નો બાબતે વારંવાર મૌખીક રજુઆતો કરવા છતાં આજ સુધી એકપણ પડતર પ્રશ્નોનું આજ દિન સુધી યોગ્ય નિરાકરણ આવેલ નથી. ફીલ્ડ લેવેલે ફરજ બજાવતા તમામ આરોગ્ય કર્મયારીઓનાં પગાર છેલ્લા ૬ મહીનાથી અનીયમીત થાય છે.આવા કર્મચારીઓનાં પગાર દર મહીનાની ૧ થી ૫ તારીખ સુધીમાં થઈ જાય તે અંગે કાર્યવાહી કરવી.

ટુંક સમયમાં MPHWની નવી ભરતી થવાની હોય તો જુનાં MPHW ભાઈઓએ જે બદલીની અરજી મુકેલ છે. તેવા ભાઇઓની માગણી મુજબ પોતાનાં વતનની નજીક બદલી કરવામાં આવે. ફીલ્ડ લેવેલે ફરજ બજાવતા MPHW, FHW, MPHS, FHSનાં છેલ્લાં ૪ વર્ષથી વધુ સમયનાં TA બીલ વારંવાર મૌખીક તેમજ લેખીક રજુઆત કરવા છતાં આજદીન સુધી આવા બીલો મંજુર કરવામાં આવેલ નથી જેના લીધે કર્મચારીઓને ચાર્જ આપવામાં આવતો હોય તો આર્થીક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો વહેલામાં વહેલી તકે આ તમામ કર્મચારીઓના TA બીલ મંજુર કરવામાં આવે.

- text

ફીલ્ડ લેવેલે ફરજ બજાવતા MPHW, FHW, MPHS, FHS , LTC બીલો વારંવાર મૌખીક તેમજ લેખીક રજુઆત કરવા છતાં આજદીન સુધી આવા બીલો મંજુર કરવામાં આવેલ નથી તો વહેલામાં વહેલી તકે કરવામાં આવે. સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓની હડતાળ દરમ્યાન આપવામાં આવેલ લાભ સર્વેલન્સ ભથ્થું હાલ ફીકસ પગારનાં કર્મચારીઓને આ જીલ્લામાં મળતું નથી જયારે બીજા જીલ્લાઓમાં મળે છે તો સરકારે આપેલ લાભની તારીખથી આવા કર્મચારીઓને આ સર્વેલન્સ ભથ્થુ મળે. આ પડતર પ્રશ્નોનું જો ટુંક સમયની અંદર યોગ્ય નીરાકરણ લાવવામાં નહી આવે તો આરોગ્યમંત્રી આરોગ્ય કમીશનર, પંચાયત મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજુઆત કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

- text