મોરબી ITI ખાતે યોજાનાર અખિલ ભારતીય વ્યવસાય કસોટી માટે અરજી કરી શકાશે

- text


મોરબી : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારી આઈ.ટી.આઈ મોરબીમાં આગામી જુલાઈ-૨૦૨૩માં યોજાનાર અખિલ ભારતીય વ્યવસાય કસોટીમાં ખાનગી ઉમેદવાર તરીકે ઉપસ્થિત થવા ઈચ્છુક અરજદારો પાસેથી ડીજીટી ન્યુ દિલ્હીની નવી ગાઈડલાઈન મુજબ લાયક બનતા CoE, GCVT/SCVT પરીક્ષામાં ઉત્તીર્ણ આઈટીઆઈના ભૂતપૂર્વ તાલીમાર્થીઓ, NCVT ટ્રેડ પાસ એલાઇડ ટ્રેડની પરીક્ષામાં ઉપસ્થિત થવા ઇચ્છતા તથા માન્ય શૈક્ષણિક લાયકાત અને નિયત માન્ય અનુભવ, વયમર્યાદા ધરાવતા અરજદારો અને એપ્રેન્ટિસશીપ એકટ હેઠળ નોંધાયેલા એકમો, એપ્રેન્ટીસશીપ પોર્ટલ પર નોંધાયેલા લઘુ, નાના, મધ્યમકક્ષાના એકમો, સરકારી સંસ્થા, સ્થાનીક ઓથોરીટી / ફેકટરી એક્ટ ૧૯૪૮ હેઠળ આવરી લેવા આવતી શોપ / સ્થાનીક સત્તા મંડણ હેઠળ શોપ અને એસ્ટાબ્લીશમેન્ટ એકમ હેઠળ નોંધાયેલા એકમોમાં ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા અરજદારો દ્વારા જાહેરાત પ્રસિદ્ધથી તારીખ ૨૧/૦૨/૨૦૨૩ ના રોજ ૦૫:૦૦ ( પાંચ ) વાગ્યા સુધીમાં અત્રેની સંસ્થા ખાતે કામકાજના દિવસો દરમ્યાન સવારે ૧૧:૦૦ થી ૦૫;૦૦ સુધી રૂબરૂ સંપર્ક કરી જરૂરી શૈક્ષણિક લાયકાત /વ્યવસાય અને અનુભવના પ્રમાણપત્ર સાથે અરજી કરવા જણાવવામાં આવ્યું છે.

- text

નિયત નમુનાની અરજી તથા ખાનગી ઉમેદવાર તરીકેની પાત્રતાની વધુ વિગતો/ માહિતી સંસ્થા ખાતેથી મેળવી ઉમેદવારી નોંધાવી શકાશે ડીજીટી ન્યુ દિલ્હીની નવી ગાઈડલાઇન મુજબ જે તે સંસ્થા ખાતેના એફિલેટેડ બેઠકોના ૧૦% કરતાં વધુ અરજીઓ આવે તો પ્રિટેસ્ટ લઈ મેરીટમાં આવતા ઉમેદવારો જ ફાઇનલ પરીક્ષામાં બેસવા પાત્ર થશે જેની નોંધ લેવી. વધુ વિગતો માટે આઈ.ટી.આઈ. મોરબી, મહેન્દ્રનગર ચોકડી, હળવદ રોડ, મોરબી-૩૬૩૬૪૨, મો-૮૩૨૦૧૬૯૫૯૯ પર સંપર્ક કરવા આચાર્ય, ઔધોગીક તાલીમ સંસ્થા, મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text