ડોક્ટર બન્યા તારણહારઃ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલના તબીબોએ દર્દીનું બંધ હૃદય ફરી ધબકતું કર્યું

- text


મોરબીઃ મોરબીમાં આવેલી ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે આવેલા એક દર્દીને હોસ્પિટલના ડો. સંદિપ ચાવડા અને ડો. ભૌમિક સરડવા તથા હોસ્પિટલની ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપીને નવજીવન આપવામાં આવ્યું છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, તારીખ 31 જાન્યુઆરીના રોજ માળીયા મીયાણાના જાની જીતેન્દ્રભાઈ નારાયણભાઈ નામના દર્દીને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓનું હૃદય હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બંધ થઈ ગયું હતું. તેમ છતાં ક્રિષ્ના હોસ્પિટલના ડોક્ટરો અને તેઓની ટીમ દ્વારા અડધી રાતે તાત્કાલિક સારવાર આપી 11 ઇલેક્ટ્રિક કરંટ આપી હૃદય ફરી ધબકતું કર્યું હતું અને ત્યાર બાદ 8 દિવસ વેન્ટિલેટર પર રાખી ઉત્તમ સારવાર આપીને દર્દીને નવજીવન આપ્યું હતું. હૃદય બંધ થયેલા દર્દીનો જીવ બચાવવો ડોક્ટર માટે ખૂબ જ પડકાર જનક હોય છે છતાં પણ ડો. સંદીપ ચાવડા અને ડો. ભૌમિક સરડવાની મહેનતથી જાની જીતેન્દ્રભાઈને માત્ર 9 દિવસમાં જ પોતાના પગ ઉપર ચાલીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ તકે દર્દીના પરિવારે પણ ક્રિષ્ના હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text