મોરબીમાં રામાનંદીય સાધુ સમાજના પ્રથમ સમૂહલગ્નનું આયોજન

- text


જામનગરના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં રામાનંદીય સાધુ સમાજના પાંચ યુગલો લગ્નગ્રંથિથી જોડાશે

મોરબી : મોરબીમાં રામાનંદીય સાધુ સમાજના પ્રથમ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં રામાનંદીય સાધુ સમાજના પાંચ યુગલો લગ્નગ્રંથિથી જોડાશે.

મોરબીમાં રામાનંદીય સાધુ સેવા સમિતિ દ્વારા આગામી તા.14 ફ્રેબ્રુઆરીને મંગળવારે રામાનંદીય સાધુ સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાજના પાંચ યુગલો પ્રભુતામાં પગલાં માંડશે. આ તકે મુખ્ય મહેમાન તરીકે જામનગરના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને મહંત દુર્ગાદાસજી મહારાજ, કનૈયાદાસજી બાપુ, સહજાનંદ સ્વામી સહિતના સંતો મહંતો તેમજ વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ ઉપસ્થિત રહી આર્શીવચન પાઠવશે. ભાગવત આચાર્ય શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા લગ્નની શાસ્ત્રોક્ત વિધિ કરાવશે. આ સમૂહલગ્નને સફળ બનાવવા પ્રમુખ ભક્તિરામ નિમાવત અને ઉપપ્રમુખ દીપકભાઈ કુબાવત સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text

- text