મોરબી : કોહિનૂર કોમ્પ્લેક્સમાં રોઝડું ઘુસી ગયું, વનવિભાગ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ

- text


કોમ્પ્લેક્સના બાથરૂમમાં ફસાય ગયા બાદ વનવિભાગે મહામહેનતે રોઝડાના બચ્ચાને બહાર કાઢી જીવ બચાવ્યો

મોરબી : મોરબી શહેરમાં રખડતું ભટકતું રોઝડું રવાપર રોડ વિસ્તારના કોમ્પ્લેક્સમાં ઘુસી ગયું હતું અને એ કોમલેક્સના બાથરૂમમાં આ રોઝડું બુરી રીતે ફસાય ગયું હતું. આ બનાવની જાણ થતાં વનવિભાગ સ્ટાફ તુરત ઘટનાસ્થળે દોડી જઈને મહામહેનતે રોઝડાનું રેસ્ક્યુ કરીને તેનો જીવ બચાવ્યો હતો.

- text

મોરબી વનવિભાગ પાસેથી આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી આસપાસ વિડી વિસ્તારમાંથી ગઈકાલે રાત્રે અચાનક એક રોઝડું રખડતું ભટકતું શહેરમાં આવી ચડ્યું હતું અને રોઝડું ગતરાત્રે રખડતા ભટકતા મોરબીના રવાપર ચોકડી પાસે આવેલ કોહિનૂર કોમ્પ્લેક્સમાં ઘુસી ગયા બાદ આ કોમ્પ્લેક્સના બાથરૂમમાં બુરી રીતે ફસાય ગયું હતું.બાથરૂમમાં પાણીને કારણે લપસણું હોવાથી રોઝડું બહાર નીકળી ન શકતા લપટીને પડી જતા અંતે સ્થાનિક વેપારીઓએ વનવિભાગને જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં વનવિભાગના ઇન્ચાર્જ ફોરેસ્ટર કે.ડી. આહીર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને તુરંત બાથરૂમમાં ફસાયેલા રોઝડાનું રેસ્ક્યુ કરી બહાર કાઢીને હાલ તુરંત સારવાર અર્થે યદુનંદન ગૌશાળામાં મોકલ્યું હતું. વધુમાં આ અધિકારીએ વન્યપ્રાણીઓ શહેરમાં ક્યાંય આવી ચડે તો તેને મારવા નહિ પણ વનવિભાગને જાણ કરવી તેવી અપીલ કરી છે.

- text