મોરબી પધારેલા ધીરગુરુદેવનું ઠેર ઠેર સ્વાગત

- text


 

મોરબી: મોરબીના શનાળા રોડ પર આવેલા શ્રી મણીબેન પ્રભાશંકર શેઠ ખાતે 30 વર્ષ બાદ ધીરગુરુદેવ તથા સાધ્વીજી નયનાજીનું આગમન થતાં જૈન સમાજમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

તારીખ 20 જાન્યુઆરીના રોજ રિકોન વોચ ફેક્ટરીમાં ધીરગુરુદેવની પધરામણી થઈ હતી. આ તકે મુકેશભાઈ, દિપકભાઈ, રાજુભાઈ મહેતાએ ધીરગુરુદેવનું સ્વાગત કર્યું હતું અને સાંજે વીરપરમાં મુકેશભાઈ અને ગુણવંતભાઈ દોશી પ્રેરિત સ્થાનકમાં પધારતા સુનીલભાઈ દોશીએ સ્વાગત કર્યું હતું. આ તકે પ્રવચનમાં ધીરગુરુદેવે સદવાંચનની મહત્તા સમજાવી હતી અને સ્વપરના આત્મજ્ઞાન માટે આત્મદ્રષ્ટિના પરિવર્તન માટે આત્મશક્તિનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

- text

સંઘના ટ્રસ્ટી પ્રદીપભાઈ વોરા, દેવાંગભાઈ દોશી, નવીનભાઈ દોશી વગેરેને મનહરભાઈ મણિયારે જૈનાગમ અને મહિલા મંડળને તીર્થકર નામાંકિત દિવાલ ઘડિયાળ અર્પણ કરી હતી. જ્યારે તારીખ 22 જાન્યુઆરીને રવિવારના રોજ સોની બજાર ઉપાશ્રયે 8 થી 9 કલાકે નવકારશ્રી, 9 કલાકે લોગરસ જાપ અને 9-30 થી 11 કલાકે આત્માની અનુભૂતિ વિષય પર પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન માલિનીબેન કિશોરભાઈ સંઘવીની અધ્યક્ષતામાં કરાયું છે. અને અહીંથી ગુરુદેવ અમદાવાદ તરફ વિહાર કરશે.

- text