મોરબીથી હરિયાણા મોકલાવેલ કોલસો બારોબાર પગ કરી ગયો : નવ મહિના બાદ ફરિયાદ

- text


ટ્રાન્સપોર્ટર દ્વારા ટ્રક માલિક અને તેના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવાઈ

મોરબી : ગત માર્ચ 2022મા મોરબીથી હરિયાણાના પાણીપત ખાતે મોકલાવેલ કોલસો ટ્રક ચાલક અને માલિક એવા શખ્સે બારોબાર વેચી મારતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં નવ મહિના બાદ ફરિયાદ નોંધાઈ છે.

મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ કચ્છના ગાંધીધામ આદિપુર ખાતે રહેતા ટ્રાન્સપોર્ટર રાજીવભાઇ હસમુખભાઈ શુક્લએ ગત માર્ચ માસમાં એડવાન્સ ભાડું આપી ટ્રક રજીસ્ટર નંબર RJ-14-GH-4425ના માલીક રામસિંગ યાદવની ટ્રકમાં મોરબીના ભળીયાળથી હરિયાણાના પાણીપત ખાતે કોલસો ભરીને મોકલ્યો હતો જે સમયસર ન પહોચતા ટ્રક માલિકના ભાઈ અને ટ્રાન્સપોર્ટર સુલતાનરામ સુરજમલ યાદવ, રહે. બન્ને શાહપુરા જયપુર, રાજસ્થાન વાળાએ વિશ્વાસ આપી કોલસો પહોંચાડવા વચન આપ્યું હતું.

- text

જો કે આમ છતાં બન્નેએ કોલસો ન પહોંચાડતા આ મામલે ટ્રાન્સપોર્ટર દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં અરજી આપ્યા બાદ નામદાર કોર્ટમાં દાદ માંગતા અંતે નવ મહિના બાદ કોલસો બારોબાર વેચી મારનાર બન્ને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

- text