માળીયાના સરવડ ગામે સાત મકાનમાં ચોરી થવા અંગે ફરિયાદ નોંધાઇ

- text


મોરબી પુત્રના ઘેર આટો મારવા આવેલા આધેડના બંધ મકાનમાંથી તસ્કરો રોકડા – દાગીના લઈ ગયા

મોરબી : માળીયા તાલુકાના સરવડ ગામે મંગળવારની રાત્રીએ તસ્કરોએ તરખાટ મચાવી અનેક મકાનને નિશાન બનાવતા અંતે ઘરફોડ ચોરીના આ બનાવમાં મકાન માલિકે અલગ અલગ સાત મકાનમાં ચોરી થવા મામલે ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળિયાના સરવડ ગામે રહેતા અમૃતલાલ છગનલાલ લોદરિયાએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ છેલ્લા ચારેક દિવસથી મોરબી રહેતા પુત્રને ત્યાં આંટો મારવા આવતા પાછળથી બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાં પડેલ રોકડા રૂપિયા 27000 તેમજ ચાર તોલા સોનાના દાગીના કિંમત રૂપિયા 1,20,000 મળી કુલ રૂપિયા 1,47 હજારની ચોરી કરી ગયા હતા.

- text

વધુમાં તસ્કરોએ અમૃતભાઈ લોદરિયાના મકાન ઉપરાંત જયંતીભાઇ ઉર્ફે ભીખાભાઇ ચતુરભાઇ કાવર, વસંતભાઇ લાલજીભાઇ સરડવા, રણછોડભાઇ રામજીભાઇ ચીખલીયા, ઘનશ્યામભાઇ ગોવીંદભાઇ વીલપરા, જયસુખભાઇ સવજીભાઇ લોદરીયા તથા ભુદરભાઇ છગનભાઇ લોદરીયાના મકાનમા પણ ચોરી કરી હોવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text