મોરબીમાં ગૌમાતાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ધૂન યોજાઈ

- text


નાની વાવડી ગામની ગૌશાળાની ગોપી ગાયની સ્મૃતિમાં યોજાયેલ ધૂનમાં ગ્રામજનોએ દાનની સરવાણી વહાવતા રૂ. ૬૩૦૦૦ જેવું દાન ગૌશાળાને અર્પણ કરાયું

મોરબી : ચિત્રા હનુમાનજી ધૂન મંડળ મોરબી દ્વારા નાની વાવડી ગામની માધવ અંધ અપંગ ગૌશાળાની ગોપી ગાયની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે નાની વાવડી ગામ સમસ્ત તથા માધવ ગૌશાળાના સંચાલક ચેતન પડસુંબિયા અને તેની ટીમ દ્વારા ધુનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધૂન ગામના રામજી મંદિર ચોકમાં રાખવામાં આવી હતી જેમાં ગામના સમસ્ત ગૌપ્રેમી ભાઈ-બહેનો ધૂનમાં આનંદ સાથે રાસ લીધી હતી. સાથે ચિત્રા ધૂનમંડળના તમામ સભ્યોએ પણ રાસલીલામાં ભાવથી ભાગ લીધો હતો અને મંડળના સ્ટેજ કલાકાર સભ્યો ભજનિક રતિલાલ પટેલ, હેમંતભાઈ ભીમાણી, ચંદુભાઈ કડિવાર વગેરેએ ધૂનની જમાવટ કરી હતી. સાથે તબલા વાદક અંબારામ પટેલ મંજીરાવાદક રતિલાલભાઈ મહાદેવભાઇ પ્રાણજીવનભાઈ વગેરેએ સાથ આપી ઘુંનમાં જમાવટ કરી હતી.

- text

વાવડી ગામમાં અને આ મંડળ માટે અહો ભાગ્ય કહેવાય કે સૌપ્રથમ વખત એક ગૌમાતાની પુણ્યતીથી નિમિતે ધુનનો લ્હાવો મળ્યો હતો. આ ધૂનમાં નાની વાવડીના ગ્રામજનો થકી દાનની સરવાણી વહાવીને રૂ. ૬૩૦૦૦ જેવું દાન મળ્યું હતું. જે તમામ દાન ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્રારા માધવ અંધ અપંગ ગૌશાળામાં અર્પણ કરવામાં આવ્યું હતું. તેમ મંડળના પ્રમુખ ટી.સી.ફૂલતરિયા અને ચંદુભાઈ કડીવારની યાદીમાં જણાવાયું છે.

- text