મોઢા પર ન રૂઝાતા ચાંદા, મોઢાના કેન્સર, સ્તનમાં ગાંઠ, સ્તન કેન્સર, શરીરના કોઈ પણ ભાગમાંથી લોહી પડવું,કોઈ પણ ભાગમાં ગાંઠ, અવાજ ખોખરો થઈ જવો, અપચો કે ખોરાક પાણી ગળવામાં તકલીફ સહિતના કેન્સરના લક્ષણોની સચોટ સારવાર
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કેન્સર સબંધિત સારવાર માટે હવે મોરબીવાસીઓને બીજે ક્યાય દૂર નહિ જવું પડે. કારણકે નિષ્ણાંત એવા રેડીએશન ઓન્કોલોજીસ્ટ ડો. હાર્દિક પટેલ ગુરૂવારે મોરબીમાં ખાસ ઓપીડી યોજવાના છે. તો આ ઓપીડીનો લાભ લેવા ઇચ્છુક દર્દીઓને એપોઈટમેન્ટ લેવા જણાવાયું છે.
રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સેવા આપતા ડો. ડો. હાર્દિક પટેલ ( મેરજા) ( કન્સલ્ટન્ટ ક્લિનિકલ એન્ડ રેડીએશન ઓન્કોલોજીસ્ટ) તા. 8 ડિસેમ્બરને ગુરૂવારના રોજ સવારે 9:30થી 11 દરમિયાન મોરબીમાં શનાળા મેઈન રોડ ઉપર ઉમિયા હોલ સામે બીજા માળે c/o એપલ હોસ્પિટલમાં આવેલ ડો. જયેશ સનારિયાની સ્પર્શ ક્લિનિકમાં ખાસ ઓપીડી યોજશે. કેન્સરના લક્ષણો હોય તેવા રોગો જેમ કે મોઢા પર ન રૂઝાતા ચાંદા, મોઢાના કેન્સર, સ્તનમાં ગાંઠ, સ્તન કેન્સર, શરીરના કોઈ પણ ભાગમાંથી લોહી પડવું, યોનિમાંથી દુર્ગંધવાળું પ્રવાહી નીકળવું, શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ હોય, અવાજ ખોખરો થઈ જવો, અપચો રહેતો હોય કે ખોરાક પાણી ગળવામાં તકલીફ વગેરે રોગોનું સચોટ નિદાન તથા સારવાર આ ઓપીડીમાં થઈ શકશે.
ડો.હાર્દિક પટેલે MBBSનો અભ્યાસ હૈદરાબાદ સ્થિત ભાસ્કર મેડિકલ કોલેજમાંથી પૂર્ણ કર્યો છે. ત્યારબાદ રેડિએશન ઓન્કોલૉજીમાં DNBનો અભ્યાસ હૈદરાબાદની વિખ્યાત KIMS હૉસ્પિટલમાંથી પૂર્ણ કર્યો છે. પૂણે સ્થિત રૂબીહાલ ક્લિનિક ખાતે સિનિયર રજિસ્ટ્રાર તરીકે તેઓએ પોતાની સેવાઓ આપી છે. ડૉ. હાર્દિક પટેલ ક્લિનિલ અને રેડિએશન ઓન્કોલૉજીમાં ખૂબ બહોળો અનુભવ ધરાવે છે. કેન્સરની સારવારમાં અત્યાધુનિક ગણાતા Linear Accelerator and Brachytherapy machine દ્વારા સારવાર આપતી વિવિધ સંસ્થાઓમાં પણ તેઓ સેવાઓ આપી ચુક્યા છે.
3D-CRT, Intensify modulafed Radiation Therapy (IMRT), Image Guided Radiation Therapy (IGRT), Volumetric Modulated Arc Therapy (VAT), Rapid-Arc જેવી સચોટ સારવાર અને નહિવત આડ-અસરોની સંભાવના હોય તેવી આધુનિક રૅડિએશન પધ્ધતિઓ દ્વારા દર્દીના કેન્સરની સારવારમાં ડૉ. હાર્દિક પટેલ અનુભવ સિધ્ધિ નિષ્ણાંત છે. આ ઉપરાંત, સ્ટીરીઓટેટીક રેડિયો સર્જરી (SRS) અને સ્ટીરીઓટેક્ટીક બોડી રેડિએશન થેરપી (SBRT) દ્વારા કેન્સર અને બ્રેઇન ટ્યુમરની સારવાર કરવામાં પણ તેઓ અનુભવી છે. મોં અને ગળાનું કેન્સર, બ્રેઈન ટ્યુમર, ફેફ્સાંનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, અને મહિલાઓમાં થતાં કેન્સરની સારવાર, ડૉ. હાર્દિક પટેલના રસના વિષયો છે.
કેન્સર વિષયક આધુનિક ટેકનોલૉજીની સંપૂર્ણ માહિતીથી અપ-ડેટ રહેવા અને તથ્યો આધારિત સારવાર માટે ડૉ. હાર્દિક પટેલ અત્યાર સુધી અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સો અને વર્કશોપમાં ભાગ લીધો છે. નામ લખાવવા માટે ફોન નં. 02822 226665 અથવા વધુ વિગત માટે મો.નં. 9428467271 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.