મોરબીમાં પતિ સાથે બોલાચાલી થતા પરિણીતાએ ઝેર પી આપઘાત કર્યો

- text


મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના પતિ સાથે બોલાચાલી થયા બાદ લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર જાગી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સો ઓરડી વિસ્તારમાં રામદેવનગરમા રહેતા મંજુબેન ભરતભાઇ સોલંકી ઉ.40 નામના પરિણીતાને તેમના પતિ સાથે બોલાચાલી થયા બાદ તા.1ની રાત્રીના ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text