તને બહુ હવા આવી ગઈ છે કહી પાડોશીએ માતા અને ત્રણ પુત્રોને ફટકાર્યા

- text


મોરબીના ઇન્દિરાનગરમાં બનેલી ઘટના મામલે ચાર આરોપીઓ વિરુદ્ધ છરી, લાકડીથી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ

મોરબી : મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં દુકાન પાસે ઉભેલા યુવાનને તને બહુ હવા આવી ગઈ છે કહી નજીકમાં રહેતા પાડોશીએ છરી વડે ઇજા પહોંચાડયા બાદ આ યુવાન તેના ઘેર જતો રહેતા ઘેર જઈ બે મહિલા સહિત ચાર આરોપીઓએ માતા અને ત્રણ પુત્રોને ફટકારતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઇન્દિરા નગરમાં રામપીરના મંદિર પાસે રહેતો રિશી દિનેશભાઇ ચાવડા નામનો યુવાન અબ્બાસભાઈની દુકાન પાસે ઉભો હતો ત્યારે આરોપી મનસુખ હનાભાઈ ચાવડા ત્યાં આવ્યો હતો અને તને હમણાં બહુ હવા ચડી ગઈ છે કહી ગાળો આપી છરી વડે હુમલો કર્યો હતો.

- text

આ ઘટના બાદ ફરિયાદી રિશી પોતાના ઘેર ચાલ્યો જતા ફરીથી આરોપી મનસુખ હનાભાઈ ચાવડા, હકાભાઈ હનાભાઈ ચાવડા, મનીષા હનાભાઈ ચાવડા અને કુસુમ હનાભાઈ ચાવડા રિશીની ઘેર ગયા હતા અને ફરી ઝઘડો કરી રિશીના ભાઈ આનંદ, વિશાલ અને રિશીના માતાને માર મારતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

- text