મોરબીના ભડિયાદ રોડ ઉપર તસ્કરોનો તરખાટ, બે મંદિર અને આંગણવાડીના તાળા તૂટ્યા

- text


તસ્કરો બન્ને મંદિર અને આંગણવાડીમાંથી કિંમતી સમાનની ચોરી ગયા, તસ્કરોએ ત્રણ સ્થળને નિશાન બનાવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ

મોરબી : મોરબીના ભડિયાદ રોડ પાસેના વિસ્તારમાં એક જ રાતમાં બે મંદિર અને આંગણવાડીના તાળા તૂટ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં તસ્કરો બન્ને મંદિર અને આંગણવાડીમાંથી કિંમતી સમાનની ચોરી ગયા હતા. આ સામાન્ય વિસ્તારમાં તસ્કરોએ ત્રણ સ્થળને નિશાન બનાવતા અને અગાઉ પર ચોરી થઈ હોવાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

મોરબીના સામાકાંઠે આવેલ ભડિયાદ રોડ ઉપર આવેલ સામાન્ય શ્રમિક લોકોની વસાહત ધરાવતા બૌદ્ધનગર વિસ્તારમાં ગતરાત્રે ચોરીની થયેલી ઘટના અંગે સ્થાનિકોએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે તેમના વિસ્તાર બૌદ્ધનગરમાં ગતરાત્રે તસ્કરો ત્રાટકયા અને આ વિસ્તાર બે મંદિર ઉપરાંત આંગણવાડીને પણ તસ્કરોએ નિશાન બનાવી હતી. જેમાં મોરબીના ભડીયાદ નજીક બોધનગર વિસ્તારમાં તસ્કરોએ હનુમાન મંદિર,સરમરિયા દેવના મંદિરના તાળા તોડી મંદિરનો ઘંટ અને અન્ય સામાન ચોરી ગયા હતા. તેમજ બૌધ્ધનગર પાસે આવેલ આંગણવાડીમાંથી પણ તસ્કરો રસોઇ બનાવવાના વાસણ ચોરી ગયા હતા.

ચોરીની ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. વધુમાં સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં અવાર નવાર તાળાં તૂટવાની ઘટના બનતી હોવાથી પોલીસના આ વિસ્તારમાં કહેવાતા નાઈટ પેટ્રોલીગ સામે સવાલ ઉઠાવી હવે પછી ચોરીના બનાવ ન બને તે માટે પોલીસ આ વિસ્તારમાં સઘન નાઈટ પેટ્રોલીગ કરે તેવી માંગ ઉઠાવી છે.

- text

- text