- text
બાઈક રેલી યોજાઈ : મોટી સંખ્યામાં યુવાનો વડિલો જોડાયા
હળવદ : હળવદમાં આજે શહેર અને તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન તેમજ મહારેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જમા ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો તલવાર અને સાફા સાથે શાસ્ત્ર પૂજનમાં અને રેલીમાં જોડાયા હતા.
નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી બાદ આજે દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રીરામ દ્વારા અસુરો પર વિજય મેળવ્યા બાદ અયોધ્યા પધાર્યા હતા અહીં વિજયી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી જ વિજયા દસમીની ઉજવણી કરવામાં આવે છે.જો કે દશેરાના દિવસે શસ્ત્રપુજાનું પણ ખાસ મહત્વ હોય છે. અસૂરો પર વિજય મેળવવાની ખુશીમાં આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. આજે હળવદ ખાતે આવેલ શ્રી શક્તિ માતાજી ના મંદિરે હળવદ શહેર અને તાલુકાના ક્ષત્રિયો દ્વારા માતાજીની હાજરીમાં શસ્ત્રોનું પૂજન કર્યું હતું.
હળવદમાં ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આજે દશેરાના દિવસે શસ્ત્રપુજાનું તળાવની પારે આવેલ શ્રી શક્તિ માતાજીના મંદિરે આયોજન કરવામાં આવ્યું હતું. તેની સાથે સાથે બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે વિજયા દશમીનો તહેવાર આદી અનાદીકાળથી મવાવવામાં આવે છે. ક્ષત્રિય સમાજ વર્ષોથી તમામનું રક્ષણ કરતો આવ્યો છે, વર્તમાન સમયમાં પણ તમામ સમાજનું રક્ષણ કરવાની જવાબદારી ક્ષત્રિય સમાજની છે. ક્ષત્રિયો પોતાના હથિયાર કે જેની મદદથી તેઓ આખું વર્ષ સમાજના રક્ષણ માટે વાપરતા હોય ત્યારે વિજયા દશમીના તહેવારના દિવસે આ હથિયારની ખાસ પુજા કરવામાં આવે છે.
- text
આતકે હળવદ-ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજના પ્રમુખ સુખુભા ઝાલા,ધિરૂભા ઝાલા, ઈંદુભા, દિગુભા,અરુણસિંહ,પ્રતાપસિંહ, સિધ્ધરાજસિંહ સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા.
- text