મોરબી શક્તિ ચોક ગરબીમાં 85 બાળાઓને છ-છ સોના ચાંદીની વસ્તુઓ લ્હાણી અપાશે

- text


અર્વાચીન રાસોસ્તવને પણ ટક્કર આપતી 39 વર્ષથી યોજાતી શક્તિ ચોક ગરબીમાં છેલ્લા 15 વર્ષથી બાળાઓને સોના ચાંદીની વસ્તુઓ લ્હાણી રૂપે અપાઈ છે

મોરબી : મોરબી શહેરની વચ્ચોવચ ગેસ્ટ હાઉસ રોડ ઉપર આવેલી શક્તિ ચોક ગરબી બે વર્ષ બાદ આ વખતે મુક્તમને અને અગાઉની જેમ એકદમ સુરક્ષિત વાતાવરણમાં યોજાતા આ પ્રાચીન ગરબીએ અર્વાચીન રાસોસ્તવને પણ ટક્કર આપી હતી . નવરાત્રી મહોત્સવ હવે પૂરો થતાં નવે નવે દિવસ 85 જેટલી બાળાઓએ સળગતા ગરબા માથે રાખી તેમજ અઘોર નગારા સહિતના પ્રાચીન રાસો રજૂ કરીને માતાજીની આરાધના કરી હતી. હવે નવરાત્રી મહોત્સવમાં આજના મોંઘા સોનાના ભાવ વચ્ચે પણ આ 85 બાળાઓને એક બાળા દીઠ એક બે નહિ છ-છ સોના ચાંદીની વસ્તુઓ લ્હાણી રૂપે અપાશે.

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર છેલ્લા 39 વર્ષથી શક્તિ ચોક ઉપર શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબી યોજાઈ છે. આ અંગે શક્તિ ચોક ગરબી મંડળના આયોજક ક્રિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં શક્તિ ચોક ગરબી ખૂબ નાના પાયે યોજાતી હતી અને બાળાઓને પણ લ્હાણીમાં સીમિત વસ્તુઓ જ ભેટમાં અપાતી હતી. પણ શહેરની વચ્ચોવચ હોય અને માતાજીની ખરા અર્થમાં ભક્તિ રૂપે પ્રાચીન ઢબે રાસો રજૂ કરાતા જે બાળાઓને વ્યવસ્થિત રાસ ગરબાની તાલીમ અપાતી હોય આ શક્તિ ચોકની ગરબીના દરેક રાસ પ્રખ્યાત થઈ ગયા હોવાથી વર્ષો જતા હવે નવરાત્રીમાં આ રાસ જોવા હજારો લોકો ઉમટી પડે છે અને આખા શહેર તેમજ ઉધોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓ તેમજ દાંતાઓના ખૂબ જ સહયોગ મળે છે.

ક્રિપાલસિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે, શક્તિ ગરબીને આધુનિકતાનો રંગ સ્પર્શી ગયો છે. જેમાં અદભુત લાઈટ ડેકોરેશન, ભવ્ય મંડપ, અર્વાચીન રાસોસ્તવ જેવું જ સ્ટેજ અને આધુનિક મ્યુઝિક સિસ્ટમ, સારા કલાકારો, રોશનીનો ઝળહળાટને કારણે શક્તિ ચોકની ગરબી ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. ભપકાદાર અને ઝાકઝમાંળ વચ્ચે પણ મૂળ જગત જનની મા જંગદબાની ખરા અર્થમાં પ્રાચીન ઢબથી આરાધના કરવાનું ઔચિત્ય જળવાઈ રહ્યું છે. જેમાં નાતજાતના બંધન વગર 85 જેટલી નાની મોટી દીકરીઓ સળગતો ગરબો લઈને નગાડા સંગ ઢોલ, ભીની ધજાયુ ફરકે માતાજી તારે દેશ, મહીસાગરને આરે, અઘોર નગારા, બંદીશ પ્રોજેક્ટ, દૂધે તે ભરી તલાવડીનો તલવાર રાસ રજૂ કરીને પ્રાચીન ઢબે માતાજીની આરાધના કરી હતી.

- text

બાળાઓને નવરાત્રી અગાઉ તમામ પ્રાચીન રાસની એક મહિનો અગાઉ નિષ્ણાતો પાસે તાલીમ આપવામાં આવે છે. જેને કારણે તમામ દીકરીઓ અદભુત રીતે રાસ રજૂ કરે છે. આજે નવરાત્રી મહોત્સવ આજે પૂરો થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે નોમના છેલ્લા દિવસે બાળાઓ અઘોર નગરા રાસ પ્રસ્તુત કર્યો હતો. જો કે આ વખતે બે વર્ષ પછી નવરાત્રી મહોત્સવનું આયોજન થયું હોય શક્તિ ચોકની ગરબીએ ભારે ધૂમ મચાવી હતી અને હજારો લોકો બાળાઓના પ્રાચીન રાસ જોવા ઉમટી પડ્યા હતા. અમે આયોજકો તમામ 85 બાળાઓને માં શક્તિનું સ્વરૂપ સમજીને માતાને દિલથી ખુશ કરી આરાધના કરવા માટે છેલ્લા 15 વર્ષની પરંપરા મુજબ આજની કાળઝાળ મોંઘવારી અને આસમાને આબતા સોના ભાવ વચ્ચે પણ શરદ પૂનમે એક બાળા દીઠ સોનાનો ચેન, સોનાનો નાકનો દાણો, સોનાનો પેડલ સેટ, ચાંદીનો સિક્કો સહિત છ-છ સોના ચાંદીના અમૂલ્ય આભૂષણ લ્હાણી રૂપે આપવામાં આવશે. જો કે છેલ્લા 15 વર્ષથી બાળાઓને સોના ચાંદીની વસ્તુઓની લ્હાણી આપવામાં આવે છે. કોઈપણ ગરબી કે અર્વાચીન ગરબીમાં આવી અમૂલ્ય ભેટ સોગાદ આપવામાં આવતી નથી. પણ શક્તિ ચોકની ગરબીના આયોજકો 85 દીકરીઓમાં એક બાળા દીઠ સોના ચાંદીની છ વસ્તુઓની લ્હાણી આપીને માતાજીને આભૂષણો ભક્તિ સ્વરૂપે આપ્યાની આયોજકો દિવ્ય અનુભૂતિ કરે છે.

- text