મકનસરની સ્વામિનારાયણ વિદ્યાલયમાં રાસ ગરબાની સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : મોરબીના મકનસર ગામે આવેલ સ્વામિનારાયણ વિદ્યાલયમાં આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદની પ્રેરણાથી નવરાત્રી મહોત્સવને ઉત્સાહભેર વેલકમ કરવા માટે કે.જી.થી ધો.10ના વિદ્યાર્થીઓ માટે રાસ ગરબાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ કેટેગરીમાં યોજાયેલા રાસ ગરબામાં વિદ્યાર્થીઓએ ભારે જમાવટ કરી હતી અને પ્રથમ ત્રણ નંબરે વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મકનસર, મૂળીમંદિર તેમજ શાળાના સંચાલક મહંત સ્વામી હરિપ્રકાશદાસજી, શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ પિત્રોડા, પ્રકાશભાઈ ઠાકર સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text