અવની ચોકડીથી ચોકીયા હનુમાનજી સુધીના રોડ પર ખડકાયેલા પાકા દબાણો હટાવાયા

- text


300 ફૂટ લાંબો રોડ બનાવવાનો હોય પણ બન્ને બાજુએ 6 ફૂટમાં પાકા દબાણ થઈ જતા પાલિકાએ ડિમોલિશનની કાર્યવાહી કરી

મોરબી : મોરબીમાં અવની ચોકડીથી ચોકીયા હનુમાનજી સુધી 300 ફૂટ લાંબો રોડ બનાવવાનો હોય પણ બન્ને બાજુએ 6 ફૂટમાં પાકા દબાણ થઈ જતા પાલિકાએ ડિમોલિશનની કાર્યવાહી કરી હતી. જેમાં 6 ફૂટ રોડમાં ખડકાયેલા ગેરકાયદે દબાણો હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો.

મોરબીના રવાપર રોડ ઉપરની અવની ચોકડીથી ચોકિયા હનુમાનજી સુધી રોડ બનાવવા માટે તંત્રએ અગાઉ દબાણો દૂર કર્યો બાદ છેલ્લા બે દિવસથી આ રોડ ઉપર નગરપાલિકાની ટીમ દ્વારા ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાકા દબાણો થઈ ગયા હતા તે તંત્ર દ્વારા બે દિવસથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. અહીં 300 ફૂટ લાંબો રોડ બનાવવાનો હોય પણ તેમાં 25 ફૂટનો રસ્તો હોવો જોઈએ તેના બદલે બન્ને બાજુએ રોડ ઉપર છ ફૂટ જેટલું દબાણ હતું. જેમાં ત્રણ પાકા મકાનની દીવાલ અને મકાનની બહાર ઓટલા દૂર કરવામાં આવ્યા હતા.

- text

- text