પાડોશીની પરેશાનીમાં મદદરૂપ બનેલા વાંકાનેરના યુવાને જીવ ખોયો

- text


વાંકાનેરમાં મધ્યરાત્રીએ ખેલાયેલા ખૂની ખેલમાં ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેર શહેરમાં કન્ટ્રક્શનના ધંધાર્થી શનિવારની મોડી રાત્રીના છરી અને ગુપ્તીના ઘા ઝીકી પતાવી દેવા પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાડોશીને પૈસાની લેતીદેતીમાં પરેશાન કરનાર માથાભારે લોકોને સમજાવવા જતા આ યુવાને પારકા ઝઘડામાં જીવ ગુમાવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરની અમરનાથ સોસાયટીના નાકે લાલાભાઇ લેથવાળાની દુકાન પાસે શનિવારે મોડીરાત્રે અમરનાથ સોસાયટી મજુર કલ્યાણ કેન્દ્ર પાસે રહેતા કન્ટ્રક્શનના ધંધાર્થી અમીત ઉર્ફે લાલો અશ્વીનભાઇ કોટેચા ઉ.37ને ઇનાયત ઉર્ફે ઇનીયો અયુબભાઇ પીપરવાડીયા, ઇમરાન ફારૂક આરબ અને સરફરાજ મકવાણા નામના શખ્સોએ છરી અને ગુપ્તીના ઘા ઝીકી ગંભીર ઈજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટના અંગે મૃતક અમીત ઉર્ફે લાલો અશ્વીનભાઇ કોટેચાના નાનાભાઈ હીમાંશુભાઇ ઉર્ફે કાનો અશ્વીનભાઇ કોટેચાએ ઇનાયત ઉર્ફે ઇનીયો અયુબભાઇ પીપરવાડીયા, ઇમરાન ફારૂક આરબ અને સરફરાજ મકવાણા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ કરતા જાહેર કર્યું હતું કે, તેમના પાડોશી સુરેશભાઇ વિષ્ણુદાસ ગોંડલીયાની પૈસાની લેવડ દેવડ બાબતે આરોપીઓ હેરાન કરતા હોય જેથી મૃતક અમીત ઉર્ફે લાલાલાએ આરોપીઓને હેરાન નહી કરવા સમજાવતા આરોપીઓને સારું નહીં લાગતા તેનો ખાર રાખી પુવૅ-યોજીત કાવતરૂ રચી આરોપી સરફરાજે ઇનાયત ઉર્ફે ઇનીયો અયુબભાઇ પીપરવાડીયા, ઇમરાન ફારૂક આરબને મોકલી જીવલેણ હુમલો કરાવતા અમિતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટના અંગે પોલીસે હીમાંશુભાઇ ઉર્ફે કાનો અશ્વીનભાઇ કોટેચાની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૦૨, ૧૨૦ બી, ૩૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને દબોચી લેવા તજવીજ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text