મોરબીના ઉંચી માંડલ ગામે લંપી વાયરસથી બચાવવા ગૌવંશનું રસીકરણ કરાયું

- text


જય બજરંગ ઢોલ ત્રાંસા ગૌ સેવક મંડળ દ્વારા આ સેવાકાર્ય હાથ ધરાયુ

મોરબી : મોરબીમાં લંપી વાયરસનો કહેર વધી રહ્યો હોવાથી આ લંપી વાયરસ પશુઓને બચાવવા અલગ અલગ ગામો જાગૃત યુવાનોના ગ્રુપ આગળ આવી રહ્યા છે.જેમાં મોરબીના ઉંચી માંડલ ગામે લંપી વાયરસથી બચાવવા જય બજરંગ ઢોલ ત્રાંસા ગૌ સેવક મંડળ દ્વારા ગૌવંશનું રસીકરણ કરાયું હતું.

- text

મોરબીના ઉંચી માંડલ ગામે આવેલ જય બજરંગ ઢોલ ત્રાંસા ગૌ સેવક મંડળના વિજયભાઈ વડસોલાએ અમારું જાગૃત યુવાનોનું ગ્રુપ ઢોલ ત્રાસા વગાડી તેમાંથી થતી આવકમાંથી અલગ અલગ સેવપ્રવૃત્તિ કરીએ છીએ. હાલ લંપી વાયરસનો કહેર હોવાથી અમારા ગામના રખડતા ગૌવસને બચાવવા મોરબી યંદુનંદન ગૌશાળાના સહયોગથી રખડતા પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. હાલ 20 જેટલા પશુઓનું રસીકરણ થઈ ગયું છે. બાકીના પશુઓનું પણ રસીકરણ ચાલુ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

- text