સસ્તા અનાજના વેપારીઓ દ્વારા સંસદને ઘેરાવ કરવાની ચીમકી

- text


ઓલ ઇન્ડિયા ફેર પ્રાઇઝ શોપ્સ ડીલર ફેડરેશન દ્વાર 2જી ઓગસ્ટ સુધીનું અલ્ટીએટમ

ટંકારા : રાષ્ટ્રીય ખાધ્ય અન્ન વિતરણ પ્રણાલી મુજબ રેશનડીલરની પડતર માંગણીઓ પૂરી કરવાની માંગ ઉઠાવી છે.જો પડતર માંગણીઓ પૂરી કરવામાં ન આવે તો આગામી 2જી ઓગસ્ટ સંસદ ભવને ઘેરાવ કરી ધરણા કરવાની ચીમકી સાથે ઓલ ઇન્ડિયા ફેર પ્રાઇઝ શોપ્સ ડીલર ફેડરેશનના મહાસચિવે ટંકારા મામલતદારને રજૂઆત કરી છે.

રજુઆતમાં જણાવાયા મુજબ રાષ્ટ્રીય ખાદ્ય અન્ન વિતરણ પ્રણાલી મુજબ ગુજરાતમાં રેશનડીલર તરીકેની ફરજ અદા કરી છીએ. રેશનડીલર તરીકે આર્થિક સક્ષમતાનો અભાવ સહીતની વિવિધ પડતર માંગણીઓ બાબતે પ્રદેશા અને રાષ્ટ્રીય ફેડરેશનની લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે.તા.૦૮/૦૬નો રાષ્ટ્રીય ફેડરેશનની બેઠકમાં નક્કી થયા મુજબ સામેલ માંગણી પત્ર (મુદ્દા નં. ૧ થી ૯ મુજબ) નિર્ધારિત સમયમાં સરકાર દ્વારા હકારાત્મકલક્ષી અભિગમ અપનાવામાં નીરસરા બતાવાશે તો સર્વે રેશના ડીલરો તા.૦૨/૦૮/૨૦૨૨ના સંસદ ભવન ઘેરવના (ધરણા પ્રદર્શન) કાર્યક્રમમાં નવી દિલ્હી ઉપસ્થિત રહેશે.

- text

આંદોલન અંગે ફેડરેશનની માંગણીઓમાં રાષ્ટ્રિય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ બધા વિક્રેતાઓને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા ૪૪૦ રૂ.પ્રતિ ક્વિન્ટલ ખાધ્યધાનો પર કમિશન આપવામાં આવે.બધા જ રાજ્યોમાં રશનની દુકાનોમાં દેશની મોટી આબાદી માટે ખાદ્ય ધાનોની સાથે ખાદ્ય તેલ અને દાળ ની અછતને પ્રતિમાસ માટે સ્વીકારવામાં આવે.LPG સિલીન્ડર વેચવાની છૂટ આપવામાં આવે.કોરોના સંક્રમણના રાશન વિક્રેતા જેઓ કોરોનામાં મૃત્યુ પામ્યા છે તેઓના પરિવારજનોને આર્થિક સહાયનિ જાહેરાત કરી રાશન વિક્રેતાઓને કોરોના યોદ્ધાના રૂપમાં જાહેર કરવામાં આવે જેવી અનેક માંગણીઓ ઓલ ઇન્ડિયા ફેર પ્રાઇઝ શોપ્સ ડીલર ફેડરેશનના મહાસચિવે મામલતદારને રજૂઆત કરી છે.

- text