મોરબીમાં આડુ અવડુ ન બોલવાનુ કહેતા યુવાનને માર પડ્યો

- text


મોરબી : મોરબીના લાતીપ્લોટમાં યુવાનની મશ્કરી કરી આડું અવડુ બોલતા બે શખ્સને આડુ અવડુ ન બોલવાનુ કહેતા બન્ને શખ્સોએ યુવાનને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર ક્રિષ્ના પાર્ક વાળી શેરીમાં બાવનશાવલી દરગાહ પાસે રહેતા અફજલ કાસમભાઇ સધવાણીને સાહિલ અશગર જેડા અને રાજા સોક્તભાઇ ખોડ, રહે બન્ને લાતી પ્લોટ વાળા થોડા દિવસથી આડા અવડા શબ્દો બોલી સંભળાવતા હોય જેથી અફજલ કાસમભાઇ સધવાણીએ બન્નેને આડુ અવડુ ન બોલવાનુ કહેતા બન્ને ઉશ્કેરાઈ ગયા હતા.

- text

વધુમાં બન્ને શખ્સોએ અફજલ કાસમભાઇ સધવાણીને લાતી પ્લોટ શેરી નં.૧૧ ના ખુણા પાસે મિત્ર સાથે ઉભા હતા ત્યારે લોખંડના પાઇપ વતી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text