મોરબીના સામાકાંઠે રોડની અધૂરી કામગીરી જલ્દી પુરી કરવાનો આદેશ

- text


 

સ્થાનિકોની રજુઆતને પગલે જિલ્લા વિકાસ અધિકારીને તાકીદ કરતા રાજ્યમંત્રી

મોરબી : મોરબીના સામાકાંઠે સીસીરોડનું કામ અધૂરું છોડી દેવાતા લોકોને હાલાકી.પડતી હોવાની સ્થાનિક લોકોએ રાજયમંત્રીને રજુઆત કરી હતી. આ રજુઆતને ધ્યાને લઇ રાજ્યમંત્રીએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી તાત્કાલિક રોડની અધૂરી મુકાયેલી કામગીરી જલ્દી પુરી કરવાનો આદેશ આપ્યો છે.

- text

મોરબીના ભડીયાદ ગામે રહેતા જાગૃત નાગરિક અશોકભાઈ બાબુભાઈ સહિતનાએ રાજયમંત્રી બ્રિજેશ મેરજાને થોડા સમય અગાઉ રજુઆત કરી હતી કે, મોરબીના સામાકાંઠે આવેલ નઝરબાગ રેલવે સ્ટેશનથી ફિલ્ટર હાઉસ સુધી સીસીરોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પણ આ રોડ બનાવવાની કામગીરી અધુરી મૂકી દેવાતા સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી રહી છે. આ બાબતને રાજ્યમંત્રીએ તાત્કાલિક ગંભીરતાથી લઈને જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં હુકમ કરીને તે વિસ્તારમાં અધુરા મુકાયેલા સીસીરોડનું કામ શરૂ કરવા અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે. તેમજ થયેલી કામગીરીનો રિપોર્ટ પણ આપવાની સૂચના આપી છે.

- text