મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડ ઉપર જીવલેણ ખાડો

- text


એસટી સહિતના અનેક વાહનો પસાર થતા હોવાથી ખાડાથી વાહનચાલકોને જીવ ઉપર જોખમ

મોરબી : મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડ ઉપર જીવલેણ ખાડો એટલી હદે ભયજનક બની ગયો છે કે આ ખાડામાં ગમે ત્યારે વાહનો ખાબકે એમ છે. અહીંથી એસટી સહિતના અનેક વાહનો પસાર થતા હોવાથી ખાડાથી વાહનચાલકોને જીવ ઉપર જોખમ ઉભું થયું છે. તેથી તંત્ર વહેલાસર જાગે તેવી માંગ ઉઠી છે.

મોરબી મહેન્દ્રપરા મેઈન રોડ ઉપર આવેલ ગટરનો ખાડો એક દોઢ મહિનાથી છે જેના ઉપર વાહનો પસાર થતા આ ખાડો ધીરેધીરે મોટો થતો ગયો અને હાલ અહીંયા મસમોટો ખાડો પડી ગયો છે. જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો ઉપર જીવનનું જોખમ તોળાઇ રહ્યું છે.

- text

અહીંથી એસટી સહિતના અનેક વાહનો પસાર થાય છે. પણ ખાડો તારવવા જતા વાહન સ્લામતીથી ચલાવવું પડે એમ હોય એક વાહન નીકળે ત્યારે બીજા અનેક વાહનોને રાહ જોવી પડે તેમ હોવાથી ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ છે. ગમે ત્યારે અહીં અકસ્માત સર્જાઈ તેવી ભીતિ છે. આથી તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

- text