મોરબી, પીપળીયા અને ટંકારામાં આજે 28 ટિમો દ્વારા વીજ ચેકીંગ ડ્રાઇવ

- text


મોરબી : પીજીવીસીએલ દ્વારા મોરબી, પીપળીયા અને ટંકારામાં આજે વીજ ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી છે. કુલ 28 ટિમો દ્વારા આજે વીજ કનેકશનોનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

પીજીવીસીએલ દ્વારા મોરબી સર્કલના મોરબી ડિવિઝન હેઠળ કોર્પોરેટ ચેકીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી ટાઉન-2, પીપળીયા અને ટંકારા સબ ડિવિઝન હેઠળના વીજ કનેક્શનોનું 28 ટિમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ચેકીંગ ડ્રાઇવમાં ચીખલી જ્યોતિગ્રામ, રત્ના જ્યોતિગ્રામ અને ચિત્રકુટ અર્બન ફીડર હેઠળના 6 ગામ અને મોરબી ટાઉનના કનેકશનને આવરી લેવામાં આવ્યા છે.

- text

- text