કુછ દિન તો ગુજારીએ……હાડકા ભાંગવા હોય તો આવો હળવદથી ઈંગોરાળા

- text


છેલ્લા આઠ વર્ષથી હળવદ ઇંગોરાળા વચ્ચેનો ડામર રોડ રીપેર ન થતા ગ્રામજનોને કાયમી દુખાવો

હળવદ : ગુજરાત સરકારની કુછ દિન તો ગુજારીએ….. જાહેરાત હળવદ તાલુકાના ગામો માટે યથાર્થ બની છે.. જો કે વિકાસ માટે નહીં પરંતુ અધોગતિ માટે બંધ બેસતી આ જાહેરાત મુજબ અહીં લોકો હાડકા ભંગાવવા મજબુર બન્યા છે.હળવદ તાલુકાના ઇંગોરાળા ગામને જોડતા મુખ્યમાર્ગની પણ આવી અધોગતિ ભરી સ્થિતિ હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

હળવદ વિસ્તારના લોકલાડીલા અને જાગૃત ધારાસભ્યના કારણે તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અતિ જર્જરિત હાલતમાં મુકાયા છે. રોજ બરોજ નાના-મોટા અકસ્માતના બનાવો બની રહ્યા છે તેમ છતાં પણ વિકાસની વાતો કરતા નેતાઓના પેટનું પાણી પણ હલતું નથી… આ સંજોગોમાં ઈંગોરાળા થી હળવદ ને જોડતા દશ કિલોમીટરનો રોડ છેલ્લા આઠ વર્ષથી તૂટી જવા છતાં તંત્ર રોડની મરામત ન કરતા ગ્રામજનોને હાડકાનો દુખાવો થઈ ગયો છે.

ઇંગોરાળા ગામના લોકોના જણાવ્યા મુજબ અહીંનો મુખ્ય માર્ગ લાંબા સમયથી અતિ જર્જરિત થઈ ગયો હોય ગ્રામજનો અને આગેવાનો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. મોટાભાગના ગામડાને જોડતો એક પણ રસ્તો વખાણવા લાયક રહ્યો નથી જેના કારણે ખરાબ થઈ ગયેલા રોડ પરથી પસાર થતાં વાહનચાલકોને અવારનવાર નાના-મોટા અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે.

- text

ગ્રામજનો કહે છે કે, ઈંગોરાળા થી હળવદને જોડતા દશ કિલોમીટરનો રોડ એટલી હદે ખરાબ થઈ ગયો છે કે આ માર્ગ ગાડા માર્ગ છે કે ગામને જોડતો મુખ્યમાર્ગ છે તે કહેવું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને બીમાર અને પ્રસૂતાઓને લઈ જતી વેળાએ ગ્રામજનો પારાવાર મુશ્કેલી અનુભવે છે ત્યારે તૂટેલા માર્ગ અંગે અવાર નવાર રજુઆત કરવા છતાં આજદિન સુધી મત લઈને નેતા બનેલા નેતાઓએ રજૂઆતને ધ્યાને લીધી ન હોવાનું ગ્રામજનોએ રોષભેર અંતમાં જણાવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text