મોરબીમાં મિત્રની કાર રીપેર કરાવી દેવા મામલે મામા-ફોઈના ભાઈઓ બાખડ્યા

- text


મામાના દીકરા અને તેમના જમાઈએ પાઇપ,ધારીયા,તલવારથી ચારથી પાંચ લોકોને ઈજાઓ પહોંચાડી

મોરબી : મોરબીના વિસીપરા વિસ્તારમાં મિત્ર પાસેથી કર મેળવ્યા બાદ આ કાર ખરાબ થી જતા રીપેરીંગ કરાવવા મામલે સગા મામા ફાઇના ભાઈઓ વચ્ચે ઝઘડો થતા મામાના દીકરા અને તેમના જમાઈ સહિતના લોકોએ સામા પક્ષને પાઇપ,ધારીયા,તલવારથી હુમલો કરી ઈજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વિસીપરા સીડ ફાર્મ નજીક રહેતા હુશેનભાઇ ભચુભાઇ ભટ્ટીએ તેમના મામાના દીકરા હાજીભાઇ ઇસાભાઇ સમાને છએક મહિના પૂર્વે તેમના ટંકારા રહેતા મિત્રની કાર ચલાવવા માટે આપી હતી જે કાર ખરાબ થઈ જતા ગઈકાલે હાજીભાઈએ હુસેનભાઈને વિસીપરા રોડ ઉપર બોલાવી આ કાર ખરાબ થઈ ગઈ હોય પરત આપી દેવી છે તેમ કહેતા હુસેનભાઈએ કહ્યું હતું કે ખરાબ કાર એમને એમ ન અપાય આપણે રીપેરીંગ કરાવીને આપવી પડે તેવું કહેતા હાજીભાઈએ હુસેનભાઈને ગાળો આપી ઝઘડો કર્યો હતો પરંતુ હાજીભાઇ મામાનો દીકરો થતો હોવાથી હુસેનભાઇ ગમ ખાઈને પોતાના ઘેર જતા રહ્યા હતા.

- text

દરમિયાન હુસેનભાઈના આગલા ઘરના ભાઈ ઇસ્માઇલભાઈ લાખાભાઇ સામાતાણીને આ વાતની જાણ થતા તેઓ તેમના ઘેર આવ્યા હતા જ્યાંથી પરત જતી વખતે હાજીભાઇ ઇશાભાઇ સમા, સદામ હાજીભાઇ સમા, અનવર હાજીભાઇ સમા, હાજીભાઇનો ત્રીજા નંબરનો સૌથી નાનો જમાઇ કાદર રહે-માળીયા (મીયાણા) તેમજ રોશનબેન હાજીભાઇ સહિતનાઓએ પાઇપ,ધારીયા,તલવારથી ઇસ્માઇલભાઈ, હુસેનભાઈના પુત્ર યુનુસ, ભત્રીજાવહુ હમીદાબેન ફિરોજભાઈ તેમજ તેમના ભાણેજ હાજી તૈયબ ઉપર હુમલો કરી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પોલીસે હુસેનભાઈની ફરિયાદના આધારે તમામ પાંચ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩,૩૨૪,૩૨૫,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

- text