એસીબી ટ્રેપ : મોરબીના સિંચાઇ કર્મચારી ખેડૂત પાસેથી રૂ. 4 હજારની લાંચ લેતો રંગેહાથ ઝડપાયો

- text


 

ટંકારા તાલુકાના ખેડૂતને દંડ ફટકારવાની ધમકી દઈ લાંચ માંગી હતી : એસીબીએ છટકું ગોઠવી કર્મચારીને ઝડપી પાડ્યો

મોરબી : મોરબીના સિંચાઇ કર્મચારીએ ટંકારા તાલુકાના ખેડૂતને દંડ ફટકારવાની ધમકી દઈ તેની પાસેથી રૂ. 4 હજારની લાંચની માંગણી કરી હતી. બાદમાં એસીબીએ છટકું ગોઠવી આ કર્મચારીને રંગેહાથ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના એક ખેડૂતે મચ્છુ ડેમમાંથી છોડવામાં આવતુ સીંચાઇનું પાણી મેળવવા તેમની ત્રણ જમીનમાંથી બે જમીનમાં અરજી કરેલ ન હોઈ તેમજ સીંચાઇના પાણીનો ઉપયોગ પણ કરેલ ન હોવા છતા મોરબી સિંચાઇ પેટા વિભાગ- મચ્છુ-2ની નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીના ક્લાર્ક જગદિશભાઇ જેઠાલાલ દવેએ ખેડૂતને જણાવેલ કે, તમોએ અરજી ન કરેલ જમીનમાં પણ સીંચાઇના પાણીનો ઉપયોગ કરેલ છે. જે અંગે તમને કાયદેસર દંડ થઈ શકે તેમ છે. પરંતુ જો દંડ ન ભરવો હોય તો રૂા.6000/- વહીવટ થાય, પણ તમે ખાલી રૂા.4000/- આપી દેજો તેમ કહી ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી.

- text

ખેડૂત લાંચની રકમ આપવા માંગતા ન હોય એ.સી.બી. રાજકોટ શહેરનો સંપર્ક કરતા ફરીયાદ આધારે લાંચના છટકા દરમ્યાન આરોપીએ ખેડૂત સાથે લાંચની માંગણીની હેતુલક્ષી વાતચીત કરી ટંકારાના ધૂનડા ગામે ખેડૂત પાસેથી લાંચની રૂા.4000/- ની રકમ સ્વીકારી હતી. આ વેળાએ એસીબીએ તેને રંગે હાથ ઝડપી લીધો હતો.

આ કામગીરીમાં ટ્રેપીંગ અધિકારી તરીકે એસીબી- રાજકોટ શહેર પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા અને સુપરવિઝન અધિકારી તરીકે રાજકોટ એલસીબી એકમ ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી.એલ.દેસાઈ રોકાયેલ હતા.

- text