મોરબીમાં સ્વજનના સ્મરણાર્થે ફ્રી નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો

- text


લાયન્સ ક્લબ અને રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી કેમ્પનું આયોજન

મોરબી : મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી તેમજ રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા સ્વજનના સ્મરણાર્થે વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરેલ હતું.આ કેમ્પમાં ૧૦૧ દર્દીઓએ લાભ લીધો હતો.૩૨ દર્દીઓને મોતીયાના અને 4 દર્દીને વેલના ઓપરેશન માટે રણછોડદાસજી ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.તેમજ રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી તેમજ રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ નેત્રયજ્ઞ કેમ્પને લાયન્સ કલબના પ્રેસિડેન્ટ ટી.સી.ફુલતરિયા,રીજિયન ચેરપર્સન રમેશ રૂપાલા,લાયન્સ સભ્યો તથા સદગુરૂ આશ્રમ હોસ્પિટલ સ્ટાફ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.રણછોડદાસ હોસ્પિટલના ડોક્ટરો અને તેમના સ્ટાફ દ્વારા પીપળીયા ચાર રસ્તા અને આજુબાજુના માળીયા તાલુકાના ગામોની જનતાનાં લાભાર્થે સર્વે જ્ઞાતિના દર્દીઓ માટે કેમ્પ રાખવામાં આવ્યો હતો.આ કેમ્પ સ્વ.દિવાળીબેન કરમશીભાઈ રૂપાલા અને સ્વ.રમણિકભાઈ પોપટભાઈ રાજકોટિયાના સ્મરણાર્થે રાખવામાં આવ્યો હતો.આ કેમ્પમાં ૧૦૧ દર્દીઓએ ચેકઅપ કરાવ્યું હતું.જેમાંથી ૩૨ દર્દીઓને મોતીયાના અને 4 દર્દીને વેલના ઓપરેશન માટે રણછોડદાસ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.

- text

જ્યાં દર્દીઓ માટે રહેવા જમવાનું ફ્રી હતું.આ કેમ્પમાં દાતા કેપિટેક નોન વુવન ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડના જયંતીભાઈ રાજકોટિયા,રીજિયન-૨ના ચેરપર્સન રમેશભાઇ રૂપાલા અને લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ ટી સી ફૂલતરિયા,સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા,ખજાનચી નાનજીભાઈ મોરડિયા પૂર્વ પ્રમુખઓ ભીખાભાઈ લોરિયા,અમૃતલાલ સુરાણી તથા સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને દર્દીઓ તથા સેવા ભાવી લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી.આ કેમ્પમાં હળવદથી ગીરીશભાઈ સાઘુ અને તેની ટીમે સહયોગ આપ્યો હતો.આ રીતે નેત્રયજ્ઞ કેમ્પને મહાયજ્ઞ સમજી પૂર્ણાહૂતિ કરવામાં આવી તેમ લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રમુખની યાદીમાં જણાવ્યું છે.

- text