મોરબી જીલ્લા યુથ કોંગ્રેસની કાલે શનિવારે કારોબારી મીટીંગ યોજાશે

- text


મોરબી : ગુજરાત યુથ કૉંગ્રેસ સમિતિના પ્રમુખની સૂચના અનુસાર મોરબી જીલ્લા યુથ કોંગ્રેસની જિલ્લા કારોબારી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી અને સંગઠન અંગેનું માર્ગદર્શન અપાશે.

- text

મોરબી જિલ્લા યુથ કોગ્રેસ સમિતિના પ્રમુખ અલ્પેશ કોઠિયાની યાદી જણાવે છે કે ગુજરાત યુથ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ વિશ્વનાથ સિંહ વાધેલાની સૂચના અનુસાર મોરબી જીલ્લા યુથ કોંગ્રેસની જિલ્લા કારોબારી મીટીંગનું આવતીકાલે તા.5ને શનિવારના રોજ સાંજે 6 વાગ્યે સંસ્કૃત વિદ્યાલય સ્કૂલ (વિદ્યાકલાસિસ) રેલવે અંડર બ્રીજ પાસે,નેશનલ હાઈવે,વાંકાનેર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.મોરબી જિલ્લા યુથ કૉંગ્રેસના પ્રભારી ઉપેન્દ્ર સિંહ જાડેજા આવનાર ગુજરાત વિધાનસભાની ચુંટણી અને સંગઠ્ઠન અંગેનું માર્ગદર્શન આપશે.

- text