વાંકાનેર અને માળિયામાં બે વરલી ભક્ત ઝડપાયા

- text


મોરબી : વાંકાનેર અને માળીયા મીયાણા પોલીસે બે અલગ – અલગ કાર્યવાહીમાં બે વરલી ભક્તને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

વાંકાનેર સિટી પોલીસે મીલ પ્લોટ ચોક વિસ્તારમાંથી રહિમભાઇ ઉર્ફે રમેશભાઇ અલીભાઇ જેશાણીને વર્લી ફીચરના આંકડા લખી જાહેરમાં જુગાર રમાડતા વર્લી સાહીત્ય ચિઠ્ઠી નંગ-૩, તથા બોલપેન નંગ-૧ સહિત રોકડા રૂ.170 સાથે ઝડપી લીધો હતો.

- text

જ્યારે માળીયા પોલીસે ખીરઈ ગામના પાદર પાસે બંધ પડેલ જુના ખંઢેર મકાન પાસેથી જુનેદભાઇ સલેમાનભાઇ સામતાણીને વરલી ફીચરના સાહિત્ય પેન તથા ડાયરી સહિત રોકડા રૂપીયા 700 સાથે પકડી પાડી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text