મોરબીમાં અલ્ટો કારમાં ચાર પેટી દારૂ લઈને નીકળેલો રાહુલ પકડાયો

- text


નવલખી રોડ ઉપર કુબેરનગરના ગેઇટ પાસેથી પોલીસે આબાદ ઝડપી લીધો

મોરબી : મોરબી શહેરમાં દારૂની રેલમછેલ રોકવા પોલીસ ઝુંબેશરૂપે કામગીરી કરી રહી છે ત્યારે ગઈકાલે નવલખી રોડ ઉપર કુબેરનગર ગેઇટ પાસેથી પોલીસે બાતમીને આધારે રાહુલ નામના શખ્સને વિદેશીદારૂ ભરેલી અલ્ટો કાર સાથે રાહુલ નામના શખ્સને દબોચી લઈ રૂપિયા 1.18 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- text

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે નવલખી રોડ ઉપર કુબેરનગરના ગેઇટ પાસેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલી મારુતિ અલ્ટો કાર નંબર GJ-03-HR-3430 અટકાવી તલાશી લેતા યમુનાનગરમાં રહેતા રાહુલભાઇ પ્રભાતભાઇ ચાવડાના કબજા વાળી કારમાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડનો 48 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ.18000નો મળી આવ્યો હતો.

આ મામલે પોલીસે રૂપિયા 1 લાખની કિંમતની અલ્ટો કાર અને 18 હજારનો વિદેશી દારૂ મળી કુલ રૂપિયા 1.18 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી રાહુલને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- text