કોરોના એલર્ટ : મોરબી કલેકટર-એસપી અને જિલ્લા પંચાયત કચેરીમાં ફક્ત એક જ દ્વારેથી પ્રવેશ

- text


ત્રણેય મુખ્ય કચેરીમાં બન્ને ડોઝ લેનારને જ આપતો પ્રવેશ

મોરબી : મોરબી જિલ્લામાં ફરી કોરોનાએ કહેર મચાવ્યો છે. આથી કોરોના સામે લડવા માટે ફરીથી તંત્રએ એકડો ઘૂંટયો છે અને જરૂરી તમામ સાવચેતી સાથે નિયત્રણ લાદયા છે. અગાઉના કોરોના કાળ દરમિયાનના ચુસ્તપણે પગલનો હવે અમલ શરૂ કર્યો છે. ખાસ કરીને સરકારી કચેરીઓમાં કોરોનાનું સંક્રમણ ટાળવા માટે લોકોનો પ્રવેશ મર્યાદિત કરી દીધો છે.

મોરબીની સરકારી કચેરીઓમાં હવે કોરોના સામેની લડાઈને મજુબત બનાવવાની તંત્રએ કમર કસી છે. જિલ્લામાં છેલ્લા થોડા દિવસોમાં 27 જેટલા કોરોનાના કેસો નોંધાયા છે. ફરીથી ખૂબ ઝડપભેર વધતા કોરોના સંક્રમણને ટાળવા માટે મોરબીની સરકારી કચેરીઓમાં ભીડનો ખતરો ટાળી દેવાયો છે. જેમાં મોરબી જિલ્લાની મુખ્ય કહી શકાય એવી ત્રણ કચેરીઓ કે જ્યાં ભીડ વધુ રહેતી હોય તે કચેરીઓમાં મોરબીની જિલ્લા કલેકટર કચેરી, એસપી કચેરી અને જિલ્લા પંચાયત કચેરીમાં એક દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો છે. બાકીના તમામ ગેઇટ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ત્રણેય કચેરીમાં ફક્ત એક જ દરવાજેથી અવરજવર કરવા દેવામાં આવે છે. એ પણ ચુસ્તપણે નિયમ પાલન સાથે. વેકસીનેશનના બન્ને ડોઝ પુરા કર્યા હોય તેવા લોકોને જ પ્રવેશ અપાઈ છે.

થર્મલ ગન અને માસ્ક તેમજ સેનીટાઈઝરની વ્યવસ્થા હોવી જરૂરી

આ ત્રણ કચેરીમાં હાલ તંત્રએ સાવચેતીના પગલાં લીધા છે અને આવનાર લોકોને વેક્સીન લીધી કે કેમ તેની પૃચ્છા કરીને પછી જ કચેરીમાં પ્રવેશ અપાઈ છે. જો કે કચેરીમાં આવતા લોકોને તાવ છે કે કેમ એની જાણકારી માટે થર્મલ ગન હોવી આવશ્યક છે. આથી કોરોનાના સંક્રમણને ટાળવા તમામ સરકારી કચેરીઓમાં નિયમના પાલનની સાથેથર્મલ ગન અને માસ્ક તેમજ સેનીટાઈઝરની વ્યવસ્થા કરવી આવશ્યક છે

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text