પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની ગેરહાજરી ! ખાલી – ખાલી ખુરશીઓ વચ્ચે મોરબીમાં સુશાસન દિવસની ઉજવણી

- text


મોરબીમા પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ભાજપ અધ્યક્ષ અને અધિકારીઓ જ હાજર : શ્રોતાઓની હાજરી બતાવવા સસ્તા અનાજના વિક્રેતાઓને બેસાડી દેવાયા

મોરબી : પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અન્વયે તા.૨૫ મી ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર દરમિયાન સમગ્ર રાજ્યમાં યોજાનાર સુશાસન સપ્તાહનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. જો કે, મોરબીમાં સુશાસન સપ્તાહના ઉદ્ઘાટન સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા ગેરહાજર રહ્યા હતા અને ખાલી – ખાલી ખુરશીઓ નજરે પડી હતી. ભાજપનો ગઢ ગણાતા મોરબીમાં શ્રોતાઓ કે ભાજપ કાર્યકરો ન ડોકાતા સસ્તા અનાજના વિક્રેતાઓને બેસાડી દેવાયા હતા.

સુશાસન સપ્તાહ નિમિતે મોરબી ટાઉનહોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અંર સાંસદ મોહનભાઇ કુંડારિયા હાજર રહેનાર હતા પરંતુ કોઈ કારણોસર બન્ને મહાનુભાવો હાજર ન રહેતા જિલ્લા કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં કોવીડ-૧૯માં મૃત્યું પામેલ વારસદારોને સહાયના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે રાજય કક્ષાનો યોજાયેલ કાર્યક્રમનું તમામ ઉચ્ચ અધિકારીઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે જન સંપર્ક કેન્દ્રનું લોકાર્પણ, ગુડ ગર્વનન્સ અંગેની ફિલ્મ, પુસ્તક વિમોચન તેમજ એપ્લીકેશનનું લોચીંગ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, નગરપાલીકાના પ્રમુખ કુસુમબેન પરમાર, નગરપાલીકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મિતાબેન જોષી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, જિલ્લા રોજગર અધિકારી બી.ડી. જોબનપુત્રા, ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણ, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ. સોલંકી સહિતના અધિકારીઓ લાભાર્થીઓ તેમજ સ્થાનિક પદાધિકારીઓ સ્થાનિક રહિશો હાજર રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text