કલા ઉત્સવમાં વાંકાનેરની વિદ્યાર્થીનીએ મેદાન માર્યું

- text


વાંકાનેર : વાંકાનેરની શ્રીમતી એલ.કે.સંઘવી માધ્યમિક કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની નિશા અશોકભાઈએ જિલ્લાકક્ષાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના કલા મહોત્સવમાં યોજાયેલ શૌર્ય ગાન સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી દ્વિતીય નંબર મેળવેલ છે.

કલા ઉત્સવમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઝવેરચંદ મેઘાણીની કૃતિઓની શૌર્ય ગાન સ્પર્ધા હતી. જેમાં તેણીએ રક્ત ટપકતી સો-સો જોડી શોર્ય ગીત રજુ કરી શાળા તેમજ વાંકાનેર સંકુલનું પ્રતિનિધિત્વ કરેલ અને મોરબી જિલ્લામાં બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. સાથે પ્રમાણપત્ર અને 800 રૂપિયા રોકડ પુરસ્કાર પણ મેળવેલ છે. આ તકે શાળાના દર્શનાબેન જાની, કૃતિ તૈયાર કરનાર શિક્ષક બલભદ્ર, સોનલબેન ઠુંમર તેમજ વિદ્યાર્થીનીને ખૂબ શુભેરછાઓ પાઠવી છે. ટ્રસ્ટના પ્રમુખ લલીતભાઈ મહેતા પણ આ તકે વિસરાતા જતા શૌર્ય ગાનને રજૂ કરી ગુજરાતી સાહિત્ય માટે ઝવેરચંદ મેઘાણીના પ્રદાનને રજુ કરવા બદલ વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text