માર્કેટિંગ યાર્ડમાં કપાસ સળગી જતા દોઢ કરોડની નુકશાની અંગે જાણવા જોગ ફરિયાદ

- text


મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે બપોરે કપાસનો જથ્થો સળગી જવાના બનાવમાં પોલીસે દોઢ કરોડની કિંમતનો દશ હજાર મણ કપાસ ખાખ થવા મામલે જાણવા જોગ ફરિયાદ દાખક કરી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શનાળા રોડ ઉપર માર્કેટીગ યાર્ડમાં કપાસના જથ્થામાં કોઇપણ અગમ્ય કારણસર આગ લાગતા દશ હજાર મણ કપાસ સળગી જતા અંદાજીત રૂપિયા દોઢ કરોડનુ નુકસાન થવા અંગે કાન્તીલાલ મોહનભાઇ વૈષનાણી, ઉવ-૫૪ દ્વારા જાણ કરાતા સિટી એ ડિવિઝન પોલીસે જાણાવા જોગ દાખલ કરી છે.

- text

વધુમાં આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના એએસઆઈ જે.એ.ઝાલા દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text