મોરબીના બે મહિલા કર્મીઓને ‘મહિલા શક્તિ’ એવોર્ડ એનાયત

- text


ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા એવોર્ડ આપી બન્ને મહિલાઓની કામગીરી બિરદાવી

મોરબી : ગુજરાત મહિલા આયોગ દ્વારા આજે કલોલ નગરપાલિકા ખાતે કોરોના મહામારીમાં પોતાના પરિવારજનોની ચિંતા કર્યા વગર તેમજ રાત-દિવસ જોયા વગર શ્રેષ્ઠ કામગીરી કરનાર 26 મહિલાઓને “મહિલા શક્તિ” એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મોરબીના બે મહિલા કર્મીઓને “મહિલા શક્તિ” એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

- text

મોરબી આરોગ્ય કર્મચારી ભાવિકા એ. જગોદરાને દિલ્હી મહિલા આયોગ ચેરમેન રેખાબેન શર્મા તેમજ કોરોના કાળમાં મોરબી પરંતુ અત્યારે રાજકોટ ફરજ બજાવતા મહિલા પીએસઆઇ વી.કે. ગોંડલીયાને ગુજરાત મહિલા આયોગ ચેરમેન લીલાબેન આંકોલિયા દ્વારા એવોર્ડ એનાયત કરી આ મહિલા કર્મીઓની કામગીરીને બિરદાવાઈ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text