મયુર ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.૨૦નો વધારો : કાલે શનિવારથી અમલ

- text


 

પ્રતિકિલો ફેટે અપાતા રૂપિયા ૬૭૦ ના બદલે હવે દૂધ ઉત્પાદકો માટે રૂપિયા ૬૯૦નો નવો ભાવ અમલી કરાયો

હળવદ : મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (મયુર ડેરી)દ્વારા દૂધ ઉત્પાદકોના હિતમાં પ્રતિ કિલો ફેટના ભાવ માં રૂપિયા ૨૦નો વધારો કરવામાં આવ્યો છે અને આ ભાવ વધારાનો અમલ કાલે શનિવારથી કરી દેવામાં આવશે.

હાલ ચોમાસાની સિઝનમાં દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ દૂધના ભાવ મળી રહે તેવા હેતુ સાથે મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.(મયુર ડેરી) દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા ૨૦નો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી દૂધ સંઘ ૬૭૦ રૂપિયા ચૂકવતુ હતું જે રૂપિયા ૨૦ ના વધારા સાથે ૬૯૦ રૂપિયા ચુકવશે અને આ ભાવ વધારો આવતીકાલથી જ અમલી પણ કરી દેવામાં આવશે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મયુર ડેરી સાથે જિલ્લાની ૨૯૫થી વધુ દૂધ મંડળીઓ જોડાયેલી છે. સાથે જ મોરબી દુધ સંઘ દ્વારા દરરોજ ૧.૧૫ લાખ લીટર દૂધ એકઠું કરે છે. તેમજ ૨૩ હજારથી વધુ દૂધ ઉત્પાદકો મોરબી દૂધ સંઘ સાથે જોડાયેલા છે.

વધુમાં દૂધ સંઘના ચેરમેન હંસાબેન મગનભાઇ વડાવીયાએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ જોતા દૂધના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. જેથી આ ભાવ વધારો સીધો જ દૂધ ઉત્પાદન કરતા પશુપાલકો માટે ફાયદાકારક નીવડશે.

- text