ટંકારામાં નશીલા કારોબારનો પર્દાફાશ કરતી એલસીબી

- text


ઉમંગ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાંથી જુગારની રેડ દરમિયાન શંકાસ્પદ આયુર્વેદીક હર્બલ ટોનીકની ત્રણ લાખની બોટલો કબ્જે

ટંકારા : રાજ્યમાં દારૂબંધી વચ્ચે પણ નશીલો કાળો કારોબાર પાંખો વિસ્તારી રહ્યો છે અને આયુર્વેદિક શિરપના નામે પાનની દુકાનો ઉપર ખુલ્લેઆમ માનવ શરીર માટે હાનિકારક માદક પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે ગઈકાલે ટંકારા પોલીસને ઉંઘતી રાખી એલસીબી ટીમે ગોડાઉનમાં ચાલતો જુગારનો અડ્ડો ઝડપી લેવાની સાથે ગોડાઉનમાં સંગ્રહાએલ શંકાસ્પદ આયુર્વેદિક નશીલા પદાર્થની રૂપિયા ત્રણ લાખની કિંમતની બોટલોનો જથ્થો પણ ઝડપી લેતા આ ગોરખધંધામાં સંડોવાયેલ જિલ્લાના નઠારા તત્વોમાં ફફડાટ મચી ગયો છે.

પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ વી.બી.જાડેજાને પ્રોહી/જુગાર તથા ગેરકાયદેસરની પ્રવૃતિઓ સદંતર નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલસીબી પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી સ્ટાફના માણસો આ કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. સંજયભાઇ મૈયડ તથા પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલાને ચોકકસ હકિકત મળેલ કે, રોહીતભાઇ અમરશીભાઇ પટેલ રહે.જીવાપર તા.ટંકારા વાળો ટંકારા રાજકોટ રોડ લતીપર ચોકડી પાસે આવેલ પોતાના કબજા ભોગવટા વાળા ઉમંગ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીને આધારે રેઇડ કરતા જુગારની સાથોસાથ ગોડાઉનમાં તપાસ કરતા ગોડાઉનમાંથી માનવ શરીરે નુકશાન કરે તેવી આયુર્વેદીક હર્બલ ટોનીક URINASAV ની બોટલોનો જથ્થો નંગ-૩૭૫૦, કિંમત રૂપિયા ત્રણ લાખનો મળી આવેલ હતો.

- text

વધુમાં આયુર્વેદિક હર્બલ ટોનિકના નામે વેચાતી આ બોટલોમાં ભરેલ પ્રવાહી આલ્કોહોલીક કે માનવ શરીરને નુકશાન થાય તેવુ છે કે કેમ? તે અંગે તપાસણી કરવા સારૂ ઉપરોકત જથ્થો શંકાસ્પદ મિલ્કત તરીકે સીઆરપીસી એકટની કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ઉલ્લેખનીય છે સમગ્ર રાજ્યમાં આયુર્વેદિક હર્બલ ટોનિકના નામે આવા નશીલા પદાર્થનો ધૂમ વેપાર થાય છે ત્યારે મોરબી જિલ્લામાં પણ નશીલા પદાર્થનું નેટવર્ક પાનની એક-એક દુકાને પ્રસરી ચૂક્યું છે તેવા સમયે એલ.સી.બી. ટીમે આયુર્વેદીક હર્બલ ટોનીક URINASAV ની બોટલોનો જથ્થો પકડી પાડતા આવા નશીલા પદાર્થના વેચાણમાં સંડોવાયલ તત્વોમાં ગભરાટ ફેલાયો છે અને કાયદાની પકડથી બચવા હાલતુર્ત ભોભીતર થયાના અહેવાલો પણ મળી રહ્યા છે.

જુગારની સાથે નશીલા ધંધાનો પર્દાફાશ કરવાની સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, PSI એન.બી.ડાભી તથા HC સંજયભાઇ મૈયડ, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહીલ, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઇ કુગસીયા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ મિયાત્રા અને સતીષભાઇ કાંજીયા સાહિતનાઓએ કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text