મોરબીમાં બે યુવાનોને માર મારી લૂંટી લેવાયા

- text


લૂંટના ગુન્હામાં અગાઉ ચાર આરોપીઓ ઝડપાયા બાદ ગુન્હો નોંધાયો

મોરબી : મોરબીમાં બે યુવાનોને આંતરીને ચાર શખ્સોએ માર મારી બે મોબાઈલની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. જો કે અગાઉ લૂંટના ગુન્હામાં આરોપીઓ ઝડપાઇ ગયા હોય વધુ એક ગુન્હાની કબૂલાત આપતા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને વિધિવત ધરપકડની તજવીજ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લાલપર પાસે આવેલ અજંતા એપાર્મેન્ટ બ્લોક નં.સી/૫૦૧માં રહેતા અને મીકેનીકલનો ધંધો કરતા ધીરજભાઇ ઉપેન્દ્રભાઇ દુબે (ઉવ.૨૦) એ આરોપીઓ રાહુલ ઉર્ફે રાવો મુકેશભાઇ દેગામા, મેહુલ જયંતિભાઇ અઘારા, સાહિલ સલીમભાઇ ચૌહાણ અને મોહસીન હમીદભાઇ કટીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૩ ઓગષ્ટના રોજ ફરીયાદી તથા સાહેદ દેવરાજભાઇ બન્ને લખધીરપુર રોડ ઉપર કોસા કજારીયા કંપનીમા ગાડી રીપેરીંગ કરીને પોતાના રૂમે બાઈક લઇને જતા હતા.તે દરમ્યાન પાછળથી બે ડબલ સવારીમાં બાઈક સામા આવી ફરીયાદીના બાઈકની આગળ સાઇડ કાપી ઉભુ રાખી ફરીયાદી તથા સાહેદને પીવીસીના પાઇપથી આડેધડ મુંઢ મારમારી ફરીયાદીનો રેડમી કંપનીનો મોબાઇલ જેની કિ.રૂ. ૫૦૦૦ તથા સાહેદ દેવરાજભાઇનો રીઅલમી કંપનીનો મોબાઈલ જેની કિ.રૂ. ૫૦૦૦ ની લુટ કરી ફરાર થઈ ગયા હતા.

- text

વધુમાં જણાવ્યું હતું કે, ફરીયાદીના મોબાઇલનુ બીલ ન હોય તેમજ દેવરાજભાઇ પાસે મોબાઇલનુ બીલ વતનમા પડેલ હોય જેથી આ બાબતે ફરીયાદ કરવા આવેલ નહિ પરંતુ વાતોવાતથી જાણવા મળેલ કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા મોબાઇલ લુટમા ચાર માણસો પકડાયેલ છે. જેથી પોલીસ સ્ટેશન લુટમા પકડાયેલ માણસોના ફોટા બતાવતા આરોપીઓની ઓળખ થઈ જતા આ અંગે ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text