વાંકાનેરમાં વિચરતી-વિમુક્ત સમુદાય એકતા મંચની બેઠક યોજાઈ

- text


દસ ટકા અનામતના પડતર પ્રશ્નો અંગે વિશદ ચર્ચા વિચારણા કરાઈ

વાંકાનેર : વાંકાનેરમાં આજે તા.૨૭ ઓગસ્ટના રોજ રાજકોટ રોડ પર આવેલ વેલનાથ બાપુના મંદિર ખાતે વિચરતી-વિમુક્ત સમુદાય એકતા મંચ દ્વારા એક બેઠક મળી હતી. આ બેઠકમાં દસ ટકા અનામતના પડતર પ્રશ્નો અંગે વિશદ ચર્ચા વિચારણા કરાઈ હતી.

આ બેઠકમા જુના ૧૦ ટકા અનામતના પડતર પ્રશ્નોને લઈને જાગૃતિ માટે અને સરકારના ભીખુ ઇદાતે કમિશન, રેન્કે કમિશન, રોહિણી કમિશનોની ભલામણની ઝડપથી સરકાર દ્વારા અમલવારી કરી અને વિચરતી-વિમુકત જાતિને ૧૦ ટકા અલગ અનામત આપવા તાલુકા પંચાયત, નગરપાલિકાના તમામ સભ્યો અને વિચરતી વિમુક્ત જાતિમાં સમાવિષ્ટ જ્ઞાતિના લેટરપેડ પર સરકાર સમક્ષ લેખિતમાં રજુઆત કરવા જ્ઞાતિના આગેવાનો અને યુવાનોને ડો.પ્રકાશભાઈ કોરડીયા, સંજયભાઈ અજાણી, પપ્પુભાઈ ઠાકોર, ભરતભાઇ રાઠોડ, સનતભાઈ ડાભી, મેરાભાઈ વિઠ્ઠલાપરા, રાજુભાઈ કોરડીયાએ બેઠકમાં હાજર આગેવાનોને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

- text

આ તકે ચુવાળીયા ઠાકોર સમાજના શહેર પ્રમુખ જયંતીભાઈ મદ્રેસાણીયા, શિવસેના તાલુકા પ્રમુખ મયુરભાઈ ઠાકોર, શિવસેના શહેર પ્રમુખ મેહુલભાઈ ઠાકોર, રૂખડભાઈ માણસૂરિયા, રણછોડભાઈ, મનસુખભાઈ, વિરજીભાઈ, ગોપાલભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઉપરાંત વિચરતી-વિમુક્ત સમુદાય એકતા મંચ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના ગામે-ગામ પ્રવાસ કરી બંધ થઈ ગયેલ લાભોનું ફરી અમલીકરણ તેમજ તેના લાભો અંગે લોકોમાં જાગૃતતા લાવી ગામે ગામથી મુખ્યમંત્રીને પત્ર લખી અભિયાન શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text