આજે વર્લ્ડ ટાઇગર ડે : જાણો.. રાષ્ટ્રીય પ્રાણી વાઘ વિષે અવનવી માહિતી

- text


અન્ય મોટી બિલાડીઓની જેમ જ વાઘને પણ તેમના દરેક કાનની પાછળ સફેદ ટપકું હોય છે

તા. 29 જુલાઈને વર્લ્ડ ટાઇગર ડે જાહેર કરાયો છે. વર્તમાનમાં વાઘ લુપ્ત થતી પ્રજાતી છે. આથી, વિશ્વમાં વાઘોની વસ્તીને વધારવાના પ્રયાસોના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ મનાવવામાં આવે છે. 2010માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગના વાઘ સંમેલનમાં વાઘોના સંરક્ષણ માટે ‘વિશ્વ વાઘ દિવસ’ મનાવવાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ દર વર્ષે 29 જુલાઈના દિવસે ‘વિશ્વ વાઘ દિવસ’ ઉજવાય છે.

હાલમાં વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. પરંતુ 1972 સુધી ‘સિંહ’ રાષ્ટ્રીય પ્રાણી રહ્યું હતુ. ત્યારબાદ ભારત સરકાર દ્વારા વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કારણ કે વર્ષ 1970 બાદ વાઘની વસ્તીમાં ભારે ઘટાડો આવ્યો હતો અને ભારતનાં 16 રાજ્યોમાં આશરે કુલ 1800 વાઘ બચ્યા હતા. આથી, ખાસ મિશન અંતર્ગત સિંહને બદલે વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે સ્થાન આપવાનોનું નક્કી કરવામાં આવ્યું હતું. ભારત સરકારે 18 નવેમ્બર, 1973નાં રોજ વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે રાષ્ટ્રીય પ્રાણી વાઘ વિષે અવનવી માહિતી જાણીએ.

ટાઇગર શબ્દ ગ્રીક શબ્દ ‘ટાઇગ્રીસ’ પરથી આવ્યો છે. વાઘ (પેન્થેરા ટાઇગ્રીસ) બિલાડી, જંગલી બિલાડીના પરિવારનું પ્રાણી છે. વાઘ લાલ રંગથી લઇને બ્રાઉન કલરના પટ્ટા, વ્હાઇટ્ટીશ મેડિયલ અને વેન્ટ્રલ ધરાવે છે. સફેદ ફ્રિંજ તેના ચહેરાની આસપાસ છે અને પટ્ટાઓનો કલર બ્રાઉન અથવા ગ્રેથી લઇને કાળા કલરનો હોય છે.

પટ્ટાઓનું સ્વરૃપ અને વિસ્તાર પેટાજાતિઓમાં અલગ અલગ પડે છે તેમજ રુંવાટી પણ અલગ પડે છે. પરંતુ મોટા ભાગના વાઘ પર 100થી વધુ પટ્ટાઓ હોય છે. અન્ય મોટી બિલાડીઓની જેમ જ વાઘને પણ તેમના દરેક કાનની પાછળ સફેદ ટપકું હોય છે.

વાઘની તાજેતરની પેટાજાતિઓના આઠ છે, જેમાંની બે લુપ્ત થઇ ગઇ છે. જેમાં હયાત જાતિમાં બંગાળ વાઘ અથવા રોયલ બેંગાલ વાઘ (પેન્થેરા ટાઇગ્રીસ ટાઇગ્રીસ), ઇન્ડોચાઇનીઝ વાઘ (પેન્થેરા ટાઇગ્રીસ કોરબેટ્ટી ), મલયન ટાઇગર (પેન્થેરા ટાઇગ્રીસ જેકસોની), સુમાત્રન વાઘ (પેન્થેરા ટાઇગ્રીસ સુમાત્રી), સાઇબેરીયન વાઘ (પેન્થેરા ટાઇગ્રીસ અલટાઇકા), દક્ષિણ ચાઇના વાઘ (પેન્થેરા ટાઇગ્રીસ એમોયેન્સીસ ) તેમજ લુપ્ત જાતિમાં બાલીનીઝ વાઘ (પેન્થેરા ટાઇગ્રીસ બાલિકા) અને જવાન વાઘ (પેન્થેરા ટાઇગ્રીસ સોન્ડાઇકા)નો સમાવેશ થાય છે. ઉપરાંત, રંગની દ્રષ્ટિએ વાઘ અને ગોલ્ડન ટેબ્બી વાઘ એવા પ્રકાર પડે છે.

વાઘ આવશ્યક રીતે એકલવાયા અને પ્રાદેશિક પ્રાણી છે. તેના રહેઠાણનું કદ મુખ્યત્વે શિકારની ઉપલબ્ધિ પર નિર્ભર કરે છે અને નર વાઘના કિસ્સામાં માદા વાઘણ પ્રવેશી શકે તેવી વ્યવસ્થા હોય છે. વાઘણનો વિસ્તાર 20 ચોરસ કિલોમીટર જ્યારે નર વાઘનો વિસ્તાર ઘણો મોટો હોય છે, જે 60-100 કિમી આવરી લે છે.

- text

વાઘ-વાઘ વચ્ચેનો સંબંધ ઘણો જટિલ હોય છે. મોટે ભાગે વાઘ એકબીજાથી દૂર રહે છે. નર અને માદા બન્ને મારણને વહેંચી લે છે. સિંહ-વાઘની જાતિ વડે હાયબ્રીડ સર્જન વંશ વધારવા કરાય છે. જેમાં ‘લિગર’એ નર સિંહ અને વાઘણનું મિશ્રણ છે. જયારે ‘ટિગોન’એ સિંહણ અને નર વાઘ વચ્ચેનું મિશ્રણ છે.

વિશ્વમાં ભારત સૌથી વધુ વાઘની વસતી ધરાવે છે. જે દેશ માટે ગૌરવની બાબત છે. દેશમાં સૌથી મોટો વાઘ સંરક્ષણ પ્રોજેક્ટ કે જે પ્રોજેક્ટ ટાઇગર 1973થી અમલમાં છે, જે ઇન્દીરા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. ભારતમાં વાઘની વસતીમાં થયેલા ઘટાડા પાછળનું સીધું કારણ ગેરકાયદેસર રીતે થતા વાઘના શિકારને આપી શકાય.

જેમ સિંહ માત્ર ગુજરાત રાજ્યમાં જોવા મળે છે, તેમ મધ્યપ્રદેશ એ વાઘનું નિવાસસ્થાન છે. આથી મધ્યપ્રદેશને વાઘ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.

ભૂતકાળમાં, વાઘ એશિયામાં અનેક સ્થળે પથરાયેલા હતા. જેમાં કૌકાસસ અને કેસ્પિયન સમુદ્ર લઇને સાઇબીરીયા અને ઇન્ડોનેશિયા સુધીનો સમાવેશ થાય છે. વાઘની વસતીથી ભરચક સૌથી મોટો વસતીવાળો વિસ્તાર હોય તો તે છે સુમાત્રા.

તેમનો પ્રાચીન માન્યતા અને પરંપરાગત વાર્તાઓમાં આગવી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાતી સાહિત્યમાં ખોટું ન બોલવાનો બોધપાઠ આપતી ‘વાઘ આવ્યો.. વાઘ આવ્યો’ લોકવાર્તા અતિ જાણીતી છે. વિવિધ એશિયન રાષ્ટ્રોના રાષ્ટ્રીય પ્રાણી તરીકે તેમજ રમત રમતી ટીમના નિશાન તરીકે વાઘનો ઉપયોગ થાય છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text